EntertainmentGujarat

ગુજરાત માં નહી પણ સમગ્ર વિશ્વમાં સૌથી લોક પ્રિય નામના ધરાવનાર એવા ઉત્તર ગુજરાત ના લોક ગાયિકા: દિવ્યા ચૌધરી

Spread the love

દિવ્યા ચૌધરી ખુબ સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળીને રેવું એવી ઓળખ ઉભી કરી છે  સિંગર દિવ્યા ચૌધરી એક સિંગર ની સાથે એક સામાન્ય વ્યક્તિ તરીકે રહે છે એક લોક પ્રિય વ્યક્તિ હોવા છતાં એક દમ સરળ રીતે વ્યક્તિત્વ ધરાવે છે દિવ્યા ચૌધરી મહેસાણા જિલ્લાના ખેરાલું નજીકના ગામડા મંડાલી ના વતની છે દિવ્યા ચૌધરી નો સુરીલો કંઠ સમગ્ર વિશ્વમાં માં છવાયો છે દિવ્યા ચૌધરી નાન પણ થી ભણતર ની સાથે સંગીત કલા જગત માં ખુબ રૂચિ ધરાવે છે

દિવ્યા ચૌધરી મિકેનિકલ એન્જીનીયરિંગ ની ડિગ્રી ધરાવે છે અને પરીવાર દ્વારા તેમને ખુબ સાથ અને સહકાર મળ્યો છે દિવ્યા ચૌધરી પોતે ઘણા ગુજરાતી ગીતોને પોતાના સુરીલા આવજ દ્વારા સુપર હિટ બનાવ્યા છે. જેમાં અફસોસ,ગોગા નો પાવર, ચૌધરી ની એન્ટ્રી, “ભગવાન પણ ભૂલો પડ્યો”, દેશી પતંગીયું, ફિકુ પડે બોલિવુડ,મને સાંભળે માખણ ચોર, આંખલડી, છોડી દે મારો છેડો, રાહ જોવે છે રાધા, બોલિવુડ મેસ્પ,પ્રેમ તો અધુરો રહ્યો,હાલ ને કાના રમવા, ધોતિયા વાળો ગમતો નથી,

મને ગર્વ છે ગોગા નો,મારા રામ ક્યાં રહી ગયા, દ્વારિકા કો નાથ મારો ભગવાન, બાય બાય ગુજરાતી ગીત, માણસ બોલી ફરી જાય પણ માતા નો ફરે,મારા વાલા, બાજે ડમરું, રૂપાળા રાધા રોાણી, ઉડે રે ગુલાલ, ઘણા બધા ગીતો માં પોતાનો સુરીલો કંઠ આપ્યો છે અને તેમની યુ ટ્યુબ માં પોતાની ચેનલ D C Digital માં પણ તમે ગીતો નિહાળી શકો છો અને યુ ટ્યુબ માં દિવ્યા ચૌધરી સર્ચ કરી પણ નિહાળી શકો છો

તેમના ઘણા બધા ગીતો મિલિયન માં લોકો એ પોચાડી દિવ્યા ચૌધરી ને પ્રેમ લાગણી અને સાથ સહકાર આપ્યો છે આવનારા દિવસોમાં માં તેમના ચાહકો માટે નવા આલ્બમ ગીતો લાવી રહ્યા છે દિવ્યા ચૌધરી નું કેવું મારા ચાહકો નો મને ખુબ પ્રેમ અને લાગણી મળી છે આજે હું જે પણ છું મારા ઈષ્ટ દેવ મારા કુળદેવી અને માતા પિતા ના આશીર્વાદ થી અને મારા ચાહકો ના સાથ સહકાર થી છું મારો બધો શ્રેય આ બધા ને છે

દિવ્યા ચૌધરી એ કોરોના લોક ડાઉન માં ઉત્તર ગુજરાત માંથી તેમની પરમેનન્ટ રિધમ ટીમ ને અને તેમની સાથે સંકળાયેલા જરૂિયાતમંદ કલાકારો ને જીવન જરૂયાત ની કીટ આપી એક પરીવાર ના સભ્ય તરીકે ની જવાબદારી નિભાવી દિવ્યા ચૌધરી નું કેવું છે આપડા ભેગા કોઈ પણ વ્યક્તિ કામ કરે નાનો હોઈ કે મોટો બધા ને એક સરખા માને છે

દિવ્યા ચૌધરી સિંગર સાથે એક શ્રેષ્ઠ ગૃહિણી પણ છે તે પોતે પોતના ફાર્મ હાઉસ માં દેશી ચુલા પર રસોઈ બનાવી જમાડવાના શોખીન છે અને સારું જમવાનું બનાવી જમાડી ખુબ આનંદ અનુભવ કરે છે તેમનું કહેવું છે આપડા આંગળે કોઈ પણ આવે જમીને જવું જોઈએ.

દિવ્યા ચૌધરી એક શ્રેષ્ઠ ગાયિકા તરીકે પોતાના અવાજ ની મીઠાશ લોકો સુધી પહોંચાડે છે. લગ્ન પ્રસંગ માં દાંડિયારાસ, સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ તેમજ ડી.જે સહિત અનેક જગ્યાએ પોતાના સુરીલા અવાજ થી લોકોને સંગીત નું રસપાન કરાવે છે.હાલ માં  દિવ્યા ચૌધરી નવરાશ નો સમય પોતા વ્હાલા પુત્ર શ્લોક ચૌધરી સાથે પોતાના ફાર્મ હાઉસ પર પસાર કરેછે. શાંત તેમજ કુદરતી વાતાવરણ માં રહેવાનું દિવ્યા વધારે પસંદ કરે છે

સિંગર દિવ્યા ચૌધરી ની આપ સોસિયલ મીડિયા મારફત ફોલો કરીશકો છે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિત ના સોસિયલ મીડિયા એપ પર દિવ્યા ને આપ ફોલો કરી શકો છો દિવ્યા ચૌધરી એ જી એક્સ્પ્રેસ ન્યુઝ પેપર અને ચેનલ માં પોતાના જીવન શૈલી વિશે વાત કરી હતી તેમનું આ સ્પેશીયલ ઇન્ટરવ્યુ જી એક્સ્પ્રેસ ન્યુઝ પેપર અને ચેનલ ના ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજસિંહ વાળા અને જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેનલ હેડ જાકિર મિર તેમજ યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ, પાટણ જિલ્લાના ના જી એક્સ્પ્રેસ ના રિપોર્ટર દિનેશ ચૌધરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *