જાન લઈને પરત ફરી રહેલ જાનૈયાઓ ને રસ્તામાં નડ્યો અકસ્માત આ ઘટના ના કારણે 15 થી વધુ લોકો……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ના કિસ્સાઓ ઘણાજ વધી રહ્યા છે. આવા અકસ્માતોના કારણે લોકો ને જાન અને માલનું નુકસાન થાય છે. આવા અકસ્માત એક યા બીજી વ્યક્તિની ભૂલ કે ગેરસમજ ના કારણે સર્જાતા હોઈ છે. જોકે બધા અકસ્માત આવી રીતે સર્જાતા હોતા નથી ઘણી વખત વ્યક્તિની પોતાની ભૂલ કે અન્ય કારણો ના કારણે પણ પણ અકસ્માત સર્જાઈ છે. જેના કારણે તે વ્યક્તિને આવા અકસ્માત ના માઠા પરિણામો સહન કરવા પડે છે.

આપણે અહીં એક એવા જ અકસ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં એક જાન લઈને પરત આવી રહેલ બસ પોતાનું નિયંત્રણ ખોઈ બેસી અને રસ્તામાં આવેલા ટોલ નાકા સાથે અથડાઈ ગઈ. જેના કારણે અકસ્માત સર્જાયો. આમ જ્યાં આ બસ ના લોકોમાં લગ્નને કારણે હરખ નો માહોલ હતો. તેવામાં બસનો અકસ્માત થતા આ બસ માં સવાર જાનૈયાઓ માં હરખ ના બદલે એકા એક ડર નો માહોલ છવાઈ ગયો. જો કે સદનસીબે આ અકસ્માત માં અત્યાર સુધી કોઈ મૃત્યુ અંગે માહિતી મળી નથી પરંતુ અકસ્માત માં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે જયારે ચાર લોકો ની હાલત ઘણી જ ગંભીર છે. તો ચાલો આ અકસ્માત અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત સોનગઢ પાસે આવેલા માંડલ ગામની નજીકના ટોલ નાકા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ફૂલ સ્પીડ માં આવતી એક બસ પહેલા આ ટોલ નાકા પાસે આવેલા ભાગ સાથે અથડાની. પરંતુ બસની ગતિ ઘણી જ વધુ હતી જેના પરિણામે બસ ફંગોળાઈને આ ટોલ નાકા ના કેબીન સાથે આઠડાની. આ અકસ્માત ગુરુવાર ના રોજ 11 વાગ્યા ના સમય નજીક સર્જાયો હતો. બસના અકસ્માત ના કારણે ઘણુંજ આર્થિક નુકસાન સર્જાયું હતું.

અકસ્માત ના કારણે બસની આગળનો ભાગના ભુકા બોલી ગયા હતા. જયારે ટોલ નાકની કેબીનને પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે આ અકસ્માત માં હાલ સુધી કોઈ પણ વ્યક્તિની મૃત્યુ ની ખબર મળી નથી પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે જેના કારણે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે ચાર લોકો ની હાલત ઘણીજ નાજુક માલુમ પડે છે. આ ઈજાગ્રસ્ત લોકો માં આ ટોલ નાકા પર કાર્યરત બે મહિલાઓ નો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

જો વાત આ બસ અને બસમાં સવાર લોકો અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ બસ એક ખાનગી ટ્રાન્સપોર્ટ કંપની શ્રી સમર્થ ની જાણવા મળી છે. જયારે આ બસમાં સવાર લોકો મહારાષ્ટ્ર ના બુરહાનપુરથી જાન લઈને પરત ફરી રહ્યા હતા. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. તેઓ જયારે પરત આવી રહ્યા હતા તયારે બસ અનીયંત્રીત થતા આ અકસ્માત સર્જાયો હતો બસમાં સવાર લોકો જીવ બચાવવા માટે બારી માંથી બહાર નીકળ્યા. હાલ આ વિસ્તાર માં ડર નો માહોલ છે. અકસ્માત ની આ ઘટના સીસીટીવી માં રેકોર્ડ થઇ હતી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *