જેતપુર ના પીઠડીયા ગામના કુવામાંથી મળી આવી મહિલાની લાશ જેને જોઈ ને લોકો….

મિત્રો આપણે અવાર નવાર અનેક મૃત્યુ ના બનાવો જોયા છે આવા કિસ્સમાં જે વ્યક્તિ ની મૃત્યુ થઇ છે તેમના પરિવાર પર શું વિતતી હશે તેના વિશે કદાચ આપણે અનુમાન પણ ના લગાવી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનો ને ખોવાનું દુઃખ ઘણું જ આકરું હોઈ છે. સ્વજનના અવસાન બાદ સમગ્ર પરિવાર માં શોક નો માહોલ છવાઈ જાય છે. તેવામાં જો ગુમ થયેલી પુત્રી મૃત હાલત માં મળે તો માતા પિતા પર શું વીતતી હશે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.

આપણે અહીં એક એવી જ ઘટના વિશે વાત કારવાની છે કે રાજકોટ ના એક ગામ માં એક યુવતી ગુમ થઇ ગઈ હતી પરંતુ ગુમ થયા ના બે દિવસ બાદ તેનું મૃત શરીર તેના જ ગામના એક કુવામાં મળી આવ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથક માં શોક નો માહોલ છવાઈ ગયો છે. જો આ ઘટના અંગે વિસ્તાર થી વાત કરીએ તો આ બનાવ રાજકોટ જિલ્લા ના જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં બન્યો હતો. આ ગામમાં રહેતી એક યુવતી કે જેનું નામ શીતલ રામજીભાઈ ચાવડા છે તેઓ છેલ્લા બે દિવસથી ગુમ હતા.

જોકે તેમના ગુમ થવા અંગે તેમના પિતા રામજી ભાઈ ચાવડાએ વીરપુર પોલીસ ને ફરિયાદ પણ કરી હતી. જ્યારે મળતી માહિતી મુજબ શીતાલ બહેન ચાવડાનું મૃત શરીર શનિવાર ના દિવસે તેમના ગામ પીઠડીયા નજીક ના એક ખેતરાવ કુવામાં મળી આવ્યુ. આ કુવામાં કોઈ મહિલા ની લાશ તરે છે તેવી માહિતિ પ્રાગજી ભાઈ એ વીરપુર પોલીસ ને આપી.

માહિતી મળતા તરત જ પોલીસ ટિમ આ ઘટના સ્થળે પહોંચી ગઈ. જોકે આ ડેડ બોડી બે દિવસ થી પાણીમાં તરતી હતી જેને કારણે ઘણી કોહવાઈ ગઈ હતી. પોલીસે ફાયર વિભાગ ની મદદથી આ લાશને બહાર કાઢી. પરંતુ તેને ઓળખવું ઘણું મુશ્કેલ બન્યું. પણ પિતાએ પોતાની ફરિયાદ માં પોતાની પુત્રી નો પહેરવેશ વર્ણવ્યો હતો જે આ લાશ સાથે મેળ ખાતો હતો.

ત્યાર બાદ પોલીસે તેમના પરિવાર ને જાણ કરી ઘટના સ્થળે પહોંચીને રામજી ભાઈ એ આ લાશ પોતાની પુત્રી શીતલ ની હોવાનું જાણવું. ત્યાર બાદ પોલીસે જરૂરી કર્યો અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ શીતલ ચાવડાના મૃત શરીર ના તેમના પરિવાર ને શોપી દીધું. જોકે હાલ પોલીસ આ મૃત્યુ પાછળના કારણ ની તાપસ માં લાગી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *