GujaratIndia

જ્યારે એક કન્યા પરીક્ષા આપવા પહોંચી લગ્ન ના કપડામાં તેને જોઈને સૌ કોઈ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા બધાના જીવન માં ભણતર અમે શિક્ષણ કેટલું મહત્વનું છે. લોકો અલગ અલગ પદોપર પહોચવા માટે અનેક પ્રકારની ડિગ્રિઓ મેળવતા હોઈ છે. વળી શિક્ષણ ના કારણે વ્યક્તિ સમજ માં પોતાની આગવી છાપ પણ ઉભી કરી શકે છે. તેમાં પણ આપણે સૌ જાણીએ છિએ કે હાલના આધુનિક સમય માં લોકો દ્વારા ડિગ્રી અને ભણતર ને ઘણું ઉચુ સ્થાન આપવામાં આવ્યું છે.

જોકે અમુક વ્યક્તિઓ એવી પણ હોઈ છે કે જેને જીવન માં બીજા ને બતાવવા નહીં પરંતુ પોતાના માટે ભણવું હોઈ છે. તે પોતાના જ્ઞાનની જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે નિરંતર અભ્યાસ કરતા રહે છે. અને પોતાના જ્ઞાન નો લાભ અન્ય વ્યક્તિ ને પણ આપતા હોઈ છે. આવા વ્યક્તિઓ પોતાના જ્ઞાન ની જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે ગમ્મેતે હદ પાર કરી જાય છે અને વિકટથી વિકટ પરિસ્થિતિ માં પણ પોતે શિક્ષણ મેળવતા રહે છે.

આવો જ એક બનાવ હાલ રાજકોટથી સામે આવ્યો છે કે જ્યાં એક યુવતી પોતાના લગ્ન પહેલા લગ્નના જ પોશાક માં અને લગ્નની તૈયારીઓ કરીને પોતાની પરીક્ષા આપવા માટે પહોંચી જેને જોઈ ને સૌ કોઈને નવાઈ લાગી. તો ચાલો આપણે પણ આ પ્રેરણાદાઇ ઘટના વિશે વિગતે માહિતી મેળવીએ.

આ ઘટના રાજકોટ ની છે તમને જણાવી દઈએ કે રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વળી આપણે સૌ જાણીએ છિએ કે હાલ લગ્ન નો સમય ગાળો પણ ચાલી રહ્યો છે. વળી આજ વખતે પાછ્લા સમય ગાળા કરતા લગ્ન ના દિવસો પણ વધુ છે. જેના કારણે આજ વખતે અનેક લોકો એક બીજા સાથે આ લગ્ન ના પવિત્ર બંધન માં જોડાવા જઈ રહ્યા છે.

આપણે સૌ જાણીએ છિએ કે અમુક વ્યક્તિઓ ના લગ્ન તેઓ જ્યારે કોલેજ માં અભ્યાસ કરતા હોઈ તયારે જ થઈ જાય છે. આવા જ લગ્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં અભ્યાસ કરતી એક યુવતિ કે જેનું નામ શિવાંગી બગથરિયા છે. તમને જાણવી દઈએ કે તેઓ હાલ બેચલર ઓફ સોશિયલ વર્કમા અભ્યાસ કરે છે અને તેનીજ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં ચાલી રહી છે.

પરંતુ તેમના લગ્ન અને પરીક્ષા ની તારીખ સાથે જ આવી જેના કારણે તેમણે લગ્નનું મહુર્ત થોડું મોડું નક્કી કરાવ્યું કે જેનાથી તે પ્રથમ પરીક્ષા આપી શકે. પરીક્ષા અને લગ્ન એક જ દિવસે હોવાથી તેઓ લગ્નના કપડા પહેરીને જ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા આવી પહોંચ્યા.

તેમણે આ અંગે મીડિયા ને જણાવ્યું કે તેમના માટે લગ્ન કરતા મારા માટે શિક્ષણ મહત્વનું છે. અને તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સમાજીક કાર્ય કરવા માંગે છે અને તેજ તેમના જીવનનું એક મહત્વનું કાર્ય છે. તમને જણાવી દઈએ કે શિવાંગી લગ્ન પહેલા પોતાના પતિ સાથે કોલેજ પરીક્ષા આપવા પહોંચી હતી. તેમના અભ્યાસ પ્રત્યેની આ લગન દેશની મહિલાઓ માટે પ્રેરણા રૂપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *