Entertainment

જ્યારે એક વ્યક્તિ એકા એક પ્રાણી સંગ્રહાલય માં પહોંચી ગયો સિંહના વાડા માં અને પછી જે થયું તે…..જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવું કે શું સાંભળવું તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. આપણે અહીં એવા ઘણા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. વળી અમુક વિડીયો જોઈને લોકો ને ઘણા નવાઈ લાગે છે.

હાલ સૉશ્યલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક વ્યક્તિ પ્રાણીસંગ્રહાલય માં અચાનક જ ઘણા જ ખૂંખાર ગણાતા સિંહ ના વાડામાં ઘુસવાનો પ્રયત્ન કરતો હતો અને તે સમયે સિંહ પણ તે વ્યક્તિ ની રાહ નીચે ઊભો છે તે બાદ જે પણ થાય છે તે ઘણું નવાઈ લગાવે તેવું છે.

જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આ વિડીયો હેદ્રાબાદ ના નહેરૂ પ્રાણીસંગ્રહાલય નો માનવામાં આવે છે આ વિડીયો માં જોઈ શકાય છે કે એક યુવક પ્રાણીસંગ્રહાલય માં સિંહના વાડાની આસપાસ આવેલ વિશાળ પથ્થર ઉપર સુરક્ષા ના કોઈ પણ સાધન વગર ચાલી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ આફ્રિકન સિંહનો વાડો હતો. અને તમને જણાવી દઈએ કે આ વિસ્તાર સંપૂર્ણ રીતે એક પ્રતિ -બંધિત વિસ્તાર છે. આ વિસ્તાર માં આવવા પર પ્રતિબંધ હોવા છતા પણ એક યુવક ત્યાં આવ્યો અને શિલાખંડ ઉપર બેસી ગયો અને વાડામાં કુદવાની તૈયારી કરવા લાગ્યો. જોકે તેજ સમયે વાડામાં સિંહ પણ નીચે તેના કુદવાની રાહ જોઇને ઉભો હતો.

આ ઘટના અંગે જાણ થતાં યુવકને જોતા જ પ્રાણી સંગ્રહાલય માં ભાગ દોડ થઈ ગઈ હતી આ યુવક ને જોઈ ને અહીં આવેલ લોકો બૂમો પાડી જે બાદ પાર્કના કર્મચારીઓ હરકતમાં આવ્યા અને તેમણે આ યુવકને શિલાખંડ ઉપરથી ઉતારી લીધો. અને આ યુવક ને બહાદુરપુર પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો અને તેની ફરિયાદ કરી દીધી. જેના પછી પુછપરછમાં માલુમ પડ્યું કે આ યુવક કિસરાનો રહેવાસી છે અને તેની માનસિક સ્થિતિ ઠીક નથી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *