તમે આયર્ન મેનના હલ્ક વિશે જાણતા હશો ! મળો આ રીયલ લાઈફ હલ્ક ને જે રહે છે…….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે લોકો માટે પોતાનું શરીર ઘણું જ મહત્વ ધરાવે છે. અને પોતાના શરીર ને વધુ ને વધુ સારું દેખાડવા અને રાખવા અનેક વસ્તુઓ કરે છે. આ માટે લોકો અનેક પ્રકારના પોસ્તિક ખોરાકો ખાય છે. ઉપરાંત યોગ અને કસરત નો સહારો લે છે. આપણે સૌ જાણીએ છિએ કે શરીર ની તંદુરસ્તી આપણા માટે કેટલી જરૂરી છે.

તેમાં પણ આપણી ગુજરાતી માં તો કહેવત છે કે, ” પહેલું સુખ તે જાતે નર્યા ” શરીર એ આપણા માટે એક સંપતિ સમાન છે. આ બાબત અનેક લોકો માને છે અને શરીર ને વધુ ને વધુ મજબૂત બનાવવા માટે કસરત કરે છે. હાલ લોકો માં કસરત કરીને શારીરિક બાંધો મજબૂત કરવાનો ક્રેઝ વધ્યો છે જેના કારણે લોકો ઘણો સમય જિમ માં વિતાવે છે અને બોડી બનાવે છે.

આપણે અહીં એવાજ એક બોડી બિલ્ડર વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેને લોકો તેની બોડી ને કારણે હલ્ક તરીકે પણ ઓળખે છે તો ચાલો આપણે આ વ્યક્તિ વિશે વાત કરીએ. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ નું નામ સજ્જાદ ગરીબી છે. તેઓ ઈરાન્ માં રહે છે. અને આ વ્યક્તિ ની ઉંમર માત્ર 29 વર્ષ છે પણ આટલી ઉમરે આ વ્યક્ત્તિ ઘણી મહેનત કરી છે.

તમને જણાવી દઈએ કે સજ્જાદ એક MMA ફાઇટર છે. અને તેનું વજન 178 કિલો છે. જયારે તેની ઉંચાઇ 6.2 ફૂટ છે. હાલ તે એપ્રિલ માં યોજાનારી ડબલ્યુ ડબલ્યુ ઇ નાં 2 જી એરેના ખાતે માર્ટિન ફોર્ડ સાથેની લડાઈ માટે તૈયારી કરી રહ્યા છે. સજ્જાદ સોશ્યલ મિડીયા પર પણ છે અને અવાર નવાર અનેક વિડીયો અને ફોટાઓ મૂકે છે જેમાં પોતાની કસરત ને લાગતા પણ હોઈ છે આ વિડીયો માં જોઈ શકાય છે કે તે દિવાલ પર સતત મુક્કા મારીને બોક્સિંગની તૈયારી કરતાં નજરે પડે છે.

સજ્જાદ મા એટલી તાકાત છે કે તે એકલા કાર ખેંચીને લઈ જાય છે. અને એકલા હાથે લોખંડના ઓજારો પણ વાળી નાંખે છે. આ ઉપરાંત તરબૂચને બંને હાથે તોડી શકે છે. તેની બોડીના કારણે લોકો તેમને ઈરાની હલ્ક તરીકે ઓળખે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *