પાલનપુર પાસે સર્જાયો અકસ્માત સવારના સમયે ટ્રક એકા એક હોટલ માં ઘૂસી ગયો અને સર્જાયો……..

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટના એ વેગ પકડયો છે જેના કારણે ઘણું આર્થિક નુકસાન સર્જાતું હોઈ છે વળી આવા અકસ્માતના કારણે ઘણા લોકો ને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આવા અકસ્માત એક યા બીજી વ્યક્તિની ભૂલ કે ગેરસમજ ના કારણે સર્જાતા હોઈ છે વળી ઘણી વખત વ્યક્તિ ની પોતાની ભૂલ ના હોઈ પરંતુ સામે વાળા વ્યક્તિની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાતા હોઈ છે. આવા અકસ્માત ના કારણે ઘણી વખત મોટી આર્થિક નુકસાની નો પણ સામનો કરવો પડે છે.

જો કે લોકો રસ્તા પર બેફામ રીતે વાહનો ચલાવે છે જેના કારણે ઘણી વખત અન્ય વ્યક્તિઓ માટે મુશ્કેલી સર્જાય છે. આવો જ એક બનાવ હાલ સામે આવ્યો છે કે જ્યાં એક ટ્રેક્ટર ચાલાક એકા એક વાળવા લાગ્યો જેના કારણે આ વ્યક્તિને બચાવવા જતા એક ટ્રક ચાલાક પોતાના ટ્રક પરથી કાબુ ખોઈ બેઠયો અને તે પાસે આવેલ એક હોટલ સાથે ટકરાઈ ગયો અને આ અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટના માં કોઈ પણ વ્યક્તિની ઇજા કે મૃત્યુ ને લગતા કોઈ અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. જો વાત આ અકસ્માત વિશે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

તેમને જણાવી દઈએ કે આ અકસ્માત પાલનપુર તાલુકાના ગઢથી ચડોતર રોડ પર સર્જાયો હતો. અહીં એક ટ્રક અનિયંત્રિત થઇ ને એક રેસ્ટોરેન્ટ માં ઘુસી આવ્યો હતો. આ વિસ્તાર માં આવેલ રાધે રેસ્ટોરેન્ટ માં ચડોતર પાસેથી આવી રહેલ એક ટ્રેક એકા એક ઘૂસી આવ્યો હતો. જો કે આ અકસ્માત સવારના સમય માં સર્જાયો હોવાથી રેસ્ટોરેન્ટ માં વધુ લોકો હાજર ન હતા. જેના કારણે હાલ કોઈ ઇજા કે મૃત્યુ અંગે માહિતી મળી નથી.

પરંતુ અકસ્માત ના કારણે આ હોટલને ઘણું આર્થિક નુકસાન થયું છે. જો વાત આ અકસ્માત બનવાના કારણ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટ ની બાજુમાં એક પેટ્રોલ પંપ છે અહીંયા એક ટ્રેક્ટર ડીઝલ ભરાવવા જઈ રહ્યું હતું જેના કારણે આ ટ્રેકટરે એકા એક વળતા ટ્રેકટર ને બચાવવા જતા આ ટ્રક ડ્રાઇવર ટ્રક પરથી નિયંત્રણ ખોઈ બેસ્યો અને હોટલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *