Gujarat

વાતાવરણ ને લઈને હવામાન વિભાગ ની આગાહી ઠંડીમાં થશે વધારો અને આ તારીખથી ગુજરાતના આટલા વિસ્તરમાં વરસાદની સંભાવના……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળા ની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે ચોમાસાની ઋતુમાં મેઘરાજા સમગ્ર પ્રદેશ ઉપરાંત આખા દેશ પર પોતાની મેઘ માયા વર્ષાવી હતી. જેના કારણે દેશ ના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. આવા વરસાદ ના કારણે દેશ અને રાજ્ય માંથી જળ સંકટ ઘણું જ હળવું બન્યું હતું. જોકે મુશળ ધાર વરસાદની અસર અમુક વિસ્તારોમાં પૂર સ્વરૂપે પણ જોવા મળી હતી. જો કે હાલ દેશ ના ઘણા એવા રાજ્યો છે કે જ્યાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લીધી છે.

અને અનેક વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં માં ઠંડીનો કડાકો બોલી ગયો છે તેમાં પણ ઉત્તર ના રાજ્યોમાં થયેલ બરફ વર્ષના કારણે અનેક વિસ્તારોમાં ઠંડીએ જોર પકડ્યું છે. તેમાં હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીના આ સમય ગાળા દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. એટલે કે આવનારા સમય ગાળામાં ઠંડી સાથે વરસાદી માહોલ પણ જામશે.

હાલ માંજ ભારે ઠંડીના કારણે નલિયામાં આજ વખત નું સૌથી ઓછી તાપમાન 10.5 ડિગ્રી જોવા મળ્યું હતું. જો વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે તેમના જણાવ્યા અનુસાર અમદાવાદ માં આવતા અમુક દિવસો માં ઠંડી નું જોર જોવા મળશે નહિ જયારે અન્ય વિસ્તારમો આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદ અંગે આશંકા છે.

જો વાત કરીએ કે કાયા વિસ્તારોમાં વરસાદ ની સંભાવના છે તો તમને જણાવી દઈએ કે શુક્રવારના રોજ ડાંગ અને નવસારી ઉપરાંત સુરત, તાપી, વલસાડ અને અમરેલી સાથો સાથ ગીર, સોમનાથ, જૂનાગઢ, અને ભાવનગર ઉપરાંત દિવા માં વરસાદની આશંકા છે. જયારે વાત શનિવાર ના દિવસ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ દિવસે દમણ, આણંદ, ઉપરાંત દાહોદ, પંચમહાલ, અને અમરેલી, સાથો સાથ ભાવનગર, ગીર, સોમનાથ માં વરસાદની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જો વાત વરસાદ પાછળ ના કારણ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં ઉદભવેલ સર્ક્યુલેશન ના કારણે ભેજ વાળા પવન ગુજરાતમાં પ્રવેશીને સૂકા પવન સાથે ભેગા થઈને માવઠા ની આગાહી છે. તમને જણાવી દઈએ કે આવનાર સમય માં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેના પછી ઠંડીમાં વધારો જોવા મળશે. જો વાત અલગ અલગ વિસ્તાર ના તાપમાન અંગે કરીએ તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં 16 ડિગ્રીથી ઓછું તાપમાન જોવા મળ્યું છે. જેમાં ડીસામાં 13.4 ડિગ્રી, જયારે ગાંધીનગર માં 15 ડિગ્રી, અને ભુજ માં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *