થયું એવું કે ગોડાદરામાં કાર ગ્રિલ સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો…

ચેમ્બરના ત્રણ દિવસીય વિવનીટ એક્ઝિબિશન ખુલ્લું મૂકતા કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ચેમ્બરના પદાધિકારીઓને ટકોર કરી હતી કે, ‘ચેમ્બર દ્વારા નવી પહેલ કરવી જોઈએ કે, કોઈ જાહેર કાર્યક્રમમાં માંગણી કરવી જોઈએ નહીં. જ્યારે તમારે કોઈ માંગણી કરવી હોય ત્યારે મારી ઓફિસે આવજો. વિવનીટ થકી સુરતના વિવિધ ફેબ્રિકના ઉત્પાદનની માહિતી મળી છે.

સુરતનો પાયલોટ પ્રોજેક્ટ ‘સ્ટીમ હાઉસ’ હવે 32 શહેરોમાં ચાલુ કરાશે કોલસાનો ઓછો ઉપયોગ થાય અને પ્રદૂષણ ઘટે માટે સચિન GIDCમાં પાયલોટ પ્રોજેક્ટ સ્ટીમ હાઉસ તૈયાર કરાયું હતું. સુરતમાં સફળતા મેળવ્યા બાદમાં તે રાજ્યમાં વાપી, અંકલેશ્વર અને પાનોલીમાં પણ ચાલુ કરાયો. હવે દેશના જુદા જુદા 32 શહેરોમાં તેનું સેટઅપ કરવા માટે મંત્રી દર્શના જરદોશ અને ટેક્સટાઈલ સેક્રેટરીએ તેની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

સેન્ટર ઓફ એક્સેલન્સમાં સરકાર મદદ કરે ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે,‘મેગા કોમન ફેસિલિટી સેન્ટર માટે ટેસ્ટીંગ ફેસિલિટી,લેબ, સર્ટિફિકેશન માર્કેટ રિસર્ચ સેન્ટર સુરતમાં બને તેવી આશા છે. સેન્ટર ઓફ એકસિલન્સને બનાવવામાં સરકાર મદદ કરે અને ટેક્સ. મશીનરી આયાત પર કસ્ટમ ડ્યુટી નહીં લગાવાય’

ફ્રી ટ્રેડમાં નુકસાન ન થાય તેની કાળજી રખાશે ભારત સરકારના ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંઘે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં મેગા ટેકસટાઇલ પાર્ક માટે સુરતમાં સંભાવના દેખાઇ રહી છે. અન્ય દેશો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ભારતના ઉદ્યોગકારોને નુકસાન નહીં થાય તે બાબતની સરકાર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *