પ્રસિદ્ધ લોકગાયિકા કાજલ મહેરિયા પર થયો જાનલેવા હુમલો…હુમલા બાબતે કહ્યું કે.જુઓ વિડીયો.
ગુજરાત માં અવારનવાર હુમલાના બનાવો બનતા જ હોય છે. લોકો નાની નાની વાતો માં દાજ રાખીને હુમલા ની ઘટના બનતી હોય છે. હુમલા ની ફરિયાદો અવારનવાર પોલીસ સ્ટેશનો માં નોંધાતી હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાત ની પ્રખ્યાત લોકગાયિકા ઉપર હુમલા ની ઘટના બની છે. લોકગાયિકા એ તેના પર હુમલો થયાની પુરી ઘટના ની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે..
ગુજરાત ની લોકગાગાયિકા એવી કાજલ મહેરિયા કે જે ગુજરાત માં ઘણી જાણીતી અને લોકો ની પ્રિય એવી કલાકાર છે. કાજલ મહેરિયા એ જાણકારી આપી કે, તેના પર પાંચ શખ્સો એ હુમલો કર્યો હતો હુમલા દરમિયાન તેના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા. અને તેના સાથીદારો ને પણ ઇજા પહોંચાડી હતી તે જે કાર માં હતા તે કાર ના પણ કાંચ તોડી નાખીને કાર ને પણ નુકશાન કર્યું હતું.
કાજલ મહેરિયા એ ફરિયાદ નોંધાવતા કહ્યું કે આશરે દોઢ વર્ષ પહેલા તેમની સાથે કામ કરતા રમુભાઇ રબારી નામનો યુવક તેમની સાથે કામ કરતો હતો અને તેમની પાસે થી પૈસા ની માંગણી કરતો હતો પૈસા આપવાની કાજલ મહેરિયા એ ના પાડતા તે તેની સાથે થી કામ માંથી છુટ્ટો થઈ ગયો હતો. અને ત્યારબાદ અવારનવાર તેમની પાસે પૈસા ની માંગણી કરતો અને અવારનવાર કાજલ મહેરિયા ને બોલાવવા છતાં તે કાજલ મહેરિયા હાજરી આપવા ન આવતા અને તેની દાઝ રાખી તેની પર હુમલો કર્યો હતો.
બાદ માં હાલ માં કાજલ મહેરિયા એક પ્રોગ્રામ પતાવીને આવી રહી હતી તે દરમિયાન આરોપી રમુભાઇ રબારી અને બીજા અન્ય શખ્સ દ્વારા તેની કાર ફોર્ટચ્યુનર પર હુમલો કર્યો હતો હુમલા દરમિયાન કાજલે પહેરેલી 3 લાખ ની સોનાની કંઠી ને ઝૂંટવી લીધી હતી. બાદ કાજલ મહેરિયા એ બાલીસણા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધી પોલીસે તાપસ હાથ ધરી હતી. જુઓ વિડીયો.