લગ્ન ના માત્ર 20 દિવસ માં જ નવોઢા એ સાસરિયામાં જીવન ટૂંકાવ્યું. કારણ હજુ અકબંધ.
ગુજરાત માં અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવતા જ હોય છે. લોકો નાની નાની વાતો માં આપઘાત કરી બેસે છે આપઘાત બાદ તેમના પરિવાર માથે મહામુસીબતો આવી પડે છે. કેટલાક આપઘાત ના કારણો પોલીસ માટે પણ ઉકેલવા અઘરા થઈ પડે છે. એવી જ ઘટના ગોંડલ ની સામે આવી છે જેમાં લગ્ન ના માત્ર 20 દિવસ માં જ કન્યા એ આત્મહત્યાં કરી છે.
ગોંડલ ના સ્ટેશન પ્લોટ સોની સમાજ ની વાડી ની બાજુ માં સાસરિયામાં રહેતા ચાંદનીબહેન હાર્દિકભાઈ પરમાર ઉમર વર્ષ 24 કે જેણે સવાર ના લગભગ 10:30 વાગે પોતાના રૂમ ની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધી ને ગળાફાંસો ખાઈ ને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ચાંદની ના લગ્ન 19 એપ્રિલ ના રોજ થયા હતા.
યુવતી એ લગ્ન ના માત્ર 20 જ દિવસ માં ગળાફાંસો ખાય ને તેનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બાબત નું કારણ અકબંધ છે. આ બાબતે ગોંડલ સીટી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસ આંવી ને બધી વિગતે તપાસ હાથ ધરી હતી. મૃત કન્યા ના પિતા પિયુષભાઇ ખોડિયારનગર માં રહે છે અને દેવપરા માં ફર્નિચર ની દુકાન ચલાવે છે.
નવયુગલે બે મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ 19 એપ્રિલે પરિવાર ની સંમતિ સાથે ધામધૂમ થી લગ્ન કર્યા હતા. 20 દિવસ માં શું એવો બનાવ કે ઘટના થી હશે કે કન્યા એ મોત ને વ્હાલું કરી લીધું હશે પી-એસ-આઇ ગોલવલકરે આ અંગે આગળ ની તપાસ હાથ ધરી હતી. યુવતી એ આપઘાત કરતા પરિવાર ચોધાર આંસુ એ રડી રહ્યો છે.