Gujarat

બહારવટીયો હતો. પરંતુ ભુપતસિંહ નું નામ હતું તે સ્ત્રીઓ ના માન-સન્માન નુ પુર્ણ રીતે રક્ષણ કરતો.

Spread the love

આજે 31જાન્યુઆરી આઝાદી પછીનો સૌથી છેલ્લો બહારવટિયો ભુપત બહાવટીયો પુરુ નામ ભુપત મેરૂજી જન્મસ્થળ અમરેલી (બરવાળા) હાલ ૩૫ વર્ષ કે તેના થી મોટી વય નો કોઈપણ એવો ગુજરાતી વ્યક્તિ નહી હોય કે જે ભૂપતસિંહ બહારવટીયા વિશે ના જાણતો હોય તથા પોતાના માન-સન્માન અને પ્રતિષ્ઠા માટે એક ગુજરાતી કઈ હદ્દ સુધી જઈ શકે તેનો સર્વોત્તમ દાખલો છે ભૂપતસિંહ ચૌહાણ. મોટાભાગે ગુજરાતી પ્રજા ને શાંતિપ્રિય પ્રજા ગણવામા આવે છે.

પરંતુ , બધા નો આ વહેમ દુર કર્યો ભૂપતસિંહ ચૌહાણે. ભૂપતસિંહ ચૌહાણે હ્રદય ફાડી ને સામી છાતીએ પોતાની શુરવીરતા નુ પ્રમાણ આપી ને એક એવા ઈતિહાસ નુ સર્જન કર્યું. જેણે આ બધી જ વાતો ને તદ્દન ખોટી સાબિત કરી બતાવી.તેઓ દેખાવે એકવટીયુ શરીર પાણીદાર ખુન્નસથી ભરેલી આંખોવાળો હતા ભુપત બારવટીયો ક્રિકેટ અને નિશાનબાજીનો પણ પ્રવીણ હતો આ ઉપરાંત ભુપત પાસે એક વિશિષ્ટ કળા હતી જેના દ્વારા તે જંગલ ના પશુ-પક્ષીઓ સાથે વાર્તાલાપ કરી શકતો

ભુપત ને નાનપણ થી જ રમત-ગમત નો ખુબ જ શોખ અને દરબારે પણ તેમની આ કળા ને ખુબજ વિકસાવી. આ સમયગાળા મા જુદા-જુદા રાજ્યો વચ્ચે ઓલિમ્પિક્સ ની સ્પર્ધા યોજાતી. જેમા વાઘણિયા નુ પ્રતિનિધિત્વ ભુપત દ્વારા કરવા મા આવતુ.ચાલીસ ના દાયકા મા વડોદરા ના ગાયકવાડ દ્વારા આ ઓલિમ્પિક્સ નુ આયોજન કરાયુ હતુ. જેમા ૧૪ દિવસ ના રમતોત્સવ મા રેસ , લોંગ જમ્પ , ગાડા રેસ , ઘોડેસવારી , ગોળાફેંક જેવી અનેકવિધ સ્પર્ધાઓ નુ આયોજન કરાયુ હતુ. તમે નહી માનો પરંતુ , છ સ્પર્ધા મા ભુપત પ્રથમ ક્રમાંકે અને અન્ય સાત સ્પર્ધા મા ભુપત દ્વિતિય ક્રમાંકે રહ્યા હતા.એમ કહેવાય છે કે તે બે અશ્વ પર એક – એક પગ રાખી સવારી કરી શકતો હતો

ભૂપત બહારવટીયો 42 સાથીઓ ની ટોળી ધરાવતો એક અંદાજ મુજબ એમ કહેવામાં આવી છે કે ૮૮ જેટલી હત્યા અને સાડા પાંચ લાખથી પણ વધુ રૂપિયાની લૂંટ કરી હતી ભુપતસિંહ ભલે બહારવટીયો હતો. પરંતુ , તે સ્ત્રીઓ ના માન-સન્માન નુ પુર્ણ રીતે રક્ષણ કરતો. આ ઉપરાંત ૧૯૫૫ ના સમય મા ભુપતસિંહે જૂનાગઢ મા આવિ એવુ સ્ટેટમેન્ટ આપ્યુ હતુ કે ,“ મોટી વય ની મહિલાઓ મારી માતા સમાન અને નાની વય ની યુવતીઓ મારી વય ની મારી દિકરી અને બહેન સમાન છે. જો કોઈપણ તેના પર કુદ્રષ્ટિ નાખશે તો તેને મારા થી કોઈપણ નહી બચાવી શકે.” ઘણી વખત જ્યારે પણ પોલીસકર્મીઓ દ્વારા ભુપત ની ધરપકડ કરવા મા આવે તો ગામ ની સ્ત્રીઓ તેમને સકુશળ નાસીપાસ કરાવી દેતી.

ગૃહમંત્રી રસિકલાલ પરીખે પોલીસ હુકમ કર્યો કે જ્યાં સુધી ડાકુ ભૂપતસિંહ બારવટિયા ધરપકડના કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ પોલીસ નો 25 ટકા પગાર કાપવામાં આવશે અંતે ભુપત બારવટીયો પાકિસ્તાનના કરાચી ખાતે જતો રહ્યો તેઓ 28 સપ્ટેમ્બર ૧૯૯૬ ના રોજ કરાચીમાં અવસાન પામ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *