Gujarat

કરમદાના ઝાડ જંગલમાં થાય છે તેનું રહસ્યોને જાણીને….

Spread the love

પરિચય: કરમદાના ઝાડ જંગલમાં થાય છે.કરમદા નું ઝાડ કાંટા વાળું હોય છે.કરમદા ના ઝાડને બોર જેવા નાના ફળ આવે છે. જે પાકે ત્યરે કાળા રંગ ના થાય છે. સ્વાદ માં ખાટા હોય છે. કરમદા ના ઝાડ ને સફેદ ફૂલ આવે છે કરમદા ની વિશેષતા આ છોડ એક કરતા વધુ થડ ધરાવતો હોય છે અને અડધાથી માંડી ને 3 મીટર સુધી વધી શકે છે. આ વૃક્ષના ઘટાટોપ ઉગાવાને ગીરના માલધારીઓ કરમદી ઢૂંવો કહે છે. ઉનાળામાં ગીરમાં જ્યારે મોટાભાાગની લીલોતરી સુુકાઈ ગઈ હોય ત્યાંરે ફક્ત આ વૃૃક્ષ જ ગીરના સિંહો ને શીતળતા બક્ષે છે.

કરમદા મોટા ભાગે ખેડૂતો ખેતરમાં ઉગાડતા નથી કારણ કે તે સૌરાષ્ટ્રના જંગલોમાં અને પહાડી પ્રદેશમાં કુદરતી રીતે મોટા પ્રમાણમાં થાય છે. ત્રણ થી ચાર વર્ષમાં તેમાં ફળ આવવા લાગે છે જેટલાં ફૂલ બેસે એટલા ફળ થાય છે. પાકમાં ખાસ માવજત કે જાળવણી કરવી પડતી નથી. છોડ પરથી ઉતારી લીધા બાદ તે ચાર દિવસ સુધી બગડતાં નથી.કરમદાં ગીચ આકારમાં ફેલાતી વનસ્પતિ છે.

કરમદાંનાં કાચાં ફળ લીલાં, સફેદ અથવા લાલિમા સહિત અંડાકાર તથા બીજાં રીંગણીયા કે લાલ રંગનાં હોય છે. દેખાવમાં સુંદર તથા કાચાં ફળને કાપવાથી દૂધ નિકળે છે. પાકેલાં ફળનો રંગ કાળો થઇ જાય છે. ફળની અંદર ચાર બીજ નિકળે છે.કાચાં કરમદાંનું અથાણું અત્યંત સ્વાદિષ્ટ હોય છે. જામ, જેલી, ચેરી, સરબત જેવી વસ્તુઓ બને છે આ જાતનાં ફળ પર આછી રુંવાંટી જેવું હોય છે.

કરમદા નો ઉપયોગ કરમદાંના ફળોનો ઉપયોગ શાક તથા અથાણું બનાવવા માટે કરવામાં આવે છે કરમદા અને મરચા નો સંભારો બનાવી શકાય છે કરમદા નુ ખાટુ અથાણું પણ બનાવી શકાય છે કરમદા નુ ગળ્યું અથાણું પણ બનાવી શકાય છે આ વનસ્પતિ ભારત દેશમાં રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હિમાલયના વિસ્તારક્ષેત્રમાં જોવા મળે છે

સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક આ ફળને અથાણું અને ચટણી બનાવવામાં ખાસ કરીને વાપરવામાં આવે છે. કરમદાં ભૂખ વધારે છે અને પિત્તને શાંત કરે છે. તરસ ઓછી લાગે છે ઝાડા થતા હોય તેને બંધ કરે છે.ખાસ કરીને પિત્ત માટે તો અત્યંત લાભદાયક ચીજ છે. કાચાં કરમદાં ભૂખને વધારે છે, પચવામાં ભારે હોય છે, મળને રોકે છે અને ખોરાક માટે રૂચી ઉત્પન્ન કરે છે અને પાકેલાં ફળ પચવામાં હલ્કાં, રીગલ, પિત્ત, રક્ત, પિત્ત ત્રિદોષ, વિષ તથા વાત વિનાશક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *