બાઈક પર જય રહેલા પિતા-પુત્ર પર ફાયરિંગ થતા પુત્ર નું થયું મોત અને પિતા જીંદગી મોત ની વચ્ચે. જાણો ક્યાં બનાવ બન્યો.
ગુજરાત માં અવારનવાર હત્યા ના કિસ્સાઓ અને હુમલાઓ થવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને કેટલાક નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે. એવી જ એક ઘટના ભાવનગર થી સામે આવી છે. જેમાં બે અજણયા શખ્સો એ ગાડી પર જય રહેલા એક પિતા પુત્ર પર ઘાતક હુમલો કર્યો હતો. ભાવનગર ના તળાજા તાલુકા માં દિવસ ના સમયે આ ઘટના બનીં હતી.
જાણવા મળ્યું કે તળાજા તાલુકા ના દેવલી ગામે રહેતા દેવીપૂજક પિતા-પુત્ર પોતાની ગાડી પર જય રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો આવીને પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલો થતા પિતા-પુત્ર જાન બચાવવા માટે શેત્રુજી નદી ના વિસ્તાર બાજુ ભાગવા લાગ્યા આ દરમિયાન હુમલા ખોર પણ તેની પાછળ આવ્યા અને બન્ને પર ફાયરિંગ કર્યું.
ફાયરિંગ થતા પુત્ર અને પીતા ને માથા ના ભાગે અને હાથ ના ભાગે ગોળીઓ વાગી હતી. બાદ માં બન્ને ને તળાજા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવનગર ની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુત્ર નું મોત થઇ ગયું હતું. પિતા ની સારવાર હજુ ચાલી રહી છે. પિતા નું નામ દેવાભાઇ બચુભાઈ વાઘેલા અને પુત્ર નું નામ મુકેશભાઈ દેવાભાઇ વાઘેલા છે.
પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અજાણ્યા શખ્સો કોણ હતા તે પકડાયા બાદ જ ખ્યાલ આવી શકે. ગુજરાત માં અવારનવાર આવા બનાવો સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતો માં જ હુમલાઓ કરી બેસતા હોય છે. પોલીસે ગુનેગારો ને પકડવાની તાજવીજ હાથ ધરી છે. આ ઘટના ને લઈને આજુબાજુ ના લોકો માં ભારે ચકચાર થવા પામી છે.