ભાજપ ના નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી શ્રેયશી નિશંક આ વ્યક્તિ સાથે કરવા જઈ રહી છે લગ્ન જાણો તેમના વિશે…….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારત એક લોકતાંત્રિક દેશ છે. જેના કારણે લોકો અહીં પોતાની સરકાર પોતે નક્કી કરે છે. દેશમાં સરપંચ અને જીલ્લા પંચાયત ઉપરાંત ગ્રામ પંચાયત થી લઈને રાજ્યના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ની પસંદગી પણ જાહેર જનતા કરે છે. દેશ માં અલગ અલગ પાર્ટીઓ આ માટે પોતાના વિવિધ ઉમેદવારો ઉભા કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે આપણે અહીં આ પાર્ટી ના એક નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી વિશે વાત કરવાની છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હરિદ્વારના સાંસદ રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી શ્રેયશી નિશંક લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ હાલ આર્મી મેડિકલ કોર્પ્સમાં કેપ્ટન તરીકે ફરજ બજાવે છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિનું સવ્પન દેશ સેવા અને માતૃભૂમિ ની રક્ષા કરવાનું અને દેશ અને દેશ વાસીઓ માટે કંઈક કરી બતાવવાનું હોઈ છે જે પૈકી અમુક લોકો સેના માં જોડાઈ ને પોતાના દેશ સેવાના સ્વ્પન્ને પૂર્ણ કરતા હોઈ છે. જે પૈકી શ્રેયશી નિશંક પણ એક છે.

જો વાત રમેશ પોખરિયાલ નિશંકના સંતાનો અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે તેમને બે દીકરીઓ છે. આ પૈકી મોટી દીકરીનું નામ આરુષી નિશંક અને નાની દીકરીનું નામ શ્રેયશી નિશંક છે. જો વાત શ્રેયશી નિશંક અને તેમના બાળપણ અને તેમના જીવન વિશે કરીએ તો તેઓએ સ્કોલર હોમ સિનિયર સેકન્ડરી સ્કૂલ કે જે દેહરાદૂનમા આવેલ છે ત્યાંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો. જેના પછી તેમણે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ કે જે જોલી ગ્રાન્ટ દેહરાદૂનમાં સ્થિત છે ત્યાંથી MBBSનો અભ્યાસ કર્યો છે.

ત્યાર બાદ આગળ ના અભ્યાસ માટે તેઓ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ મોરિશિય ગયા હતા. તેમની ઇચ્છા સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની હતી. પોતાનું આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેઓ આર્મી મેડિકલ કોર્પ્સમા જોડાયો. તે સેનામાં કેપ્ટનના રેન્ક પર કાર્યરત છે. પુત્રી ના સેના માં આવવાથી પિતા ઘણા જ ખુશ છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આજ કાલ લોકો ની ઇચ્છા વિદેશમા જઈને સારા પગારનું પેકેજ મેળવવાની હોઈ છે. પરંતુ હરિદ્વારના સાંસદ રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી શ્રેયશી નિશંકને વિદેશમાં લાખો રૂપિયાના પગાર પેકેજ મળતું હતું પણ તેમણે આ નોકરી કરી નહીં અને ભારતીય સેનાની પસંદગી કરી. તેઓ વર્ષ 2018માં આર્મી મેડિકલ કોર્પ્સમાં જોડાયા હતા.

જો વાત શ્રેયશી નિશંકના બનનાર પતિ વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે તેમના પતિનુ નામ દેવલ ઉપાધ્યાય છે તેઓ લખનૌ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. અને હાલ તેઓ આર્મી મેડિકલ કોર્પ્સમાં મેજર તરીકે ફરજ બજાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *