ભારત માટે ગર્વ ની વાત છે કે ટોક્યો ઓલિમ્પિક ભાલા ફેકમાં નીરજ ચોપરાએ અપાવ્યું ગોલ્ડ મેડલ, જોવો તેના વિશે….

ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રો એટલે કે ભાલા ફેકમાં નીરજ ચોપરાએ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે આજે યોજાયેલી સ્પર્ધામાં 87.58 . મીટરના થ્રો સાથે તમામ સ્પર્ધકોમાં સૌથી અગ્રેસર રહ્યો હતો. આ સાથે વ્યક્તિગત સ્પર્ધામાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો અને ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.

હરિયાણાનો વતની છે નીરજ ચોપરા હરિયાણાના પાણીપત જિલ્લાના ખાંદ્રા ગામમાં ખેડૂત પરિવારના ઘરે 24 ડિસેમ્બર,1997ના રોજ નીરજનો જન્મ થયો હતો. નીરજે ચંડીગઢમાં અભ્યાસ કર્યો હતો. નીરજે વર્ષ 2016માં પોલેન્ડમાં યોજાયેલી IAAF વર્લ્ડ U-20 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ તેની આર્મીમાં અધિકારી તરીકે નિમણૂક થઈ હતી.

આર્મીમાં જોબ મળ્યા બાદ નીરજે એક મુલાકાતમાં કહ્યું હતું કે મારા પિતા એક ખેડૂત છે અને માતા ગૃહિણી છે અને એક સંયુક્ત પરિવારમાં હું રહું છું. મારા પરિવારમાં કોઈને સરકારી નોકરી નથી. નીરજે અગાઉ માર્ચ મહિનામાં 88.07 મીટર થ્રો કરી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સર્જ્યો હતો.ઉછળીને ભાલા ફેકવાનું પણ જલ્દીથી શીખી ગયો હતો ઉછળીને ભાલા ફેકવાની ટેકનિક પણ નીરજે શિવાજી સ્ટેડિયમમાં રહીને શીખ્યો હતો. જ્યા શરૂઆતમાં તેને ફિટ રહેવા સાથે તેના શરીરને ફ્લેક્સિબલ પણ બનાવતો હતો.

તેને લીધે ઉછળીને હાથની સાથે પગનો પણ યોગ્ય તાલમેલ કરી ભાલા ફેકવાની ટેકનિક શીખ્યો હતો. નીરજની વિશેષતા એ રહી છે કે તે ક્યારેય હારવા અંગે વિચાર કરતો નથી.જ્યારે તોડ્યો હતો પોતાનો જ નેશનલ રેકોર્ડ 2018માં ઈન્ડોનેશિયામાં જકાર્તામાં થયેલી એશિયન ગેમ્સમાં નીરજે 88.06 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ પહેલાં ભારતીય છે જેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભાલા ફેંકમાં અત્યાર સુધી ભારતને માત્ર બે મેડલ જ મળ્યા છે. નીરજથી પહેલાં 1982માં ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2018માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી નીરજના ખભા પર ઈજા થઈ હતી. તેના કારણે તેઓ ગેમથી ઘણાં દૂર રહ્યા હતા. 2019 તો તેના માટે વધારે ખરાબ રહ્યું હતું અને ત્યારપછી કોરાનાના કારણે ઘણી ઈવેન્ટ રદ કરવામાં આવી હતી.ત્યારપછી પરત ફરીને આ વર્ષે માર્ચમાં થયેલી ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સમાં નીરજે 88.07 મીટરનો થ્રો કરીને પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડી દીદો હતો. નીરજનું આ અત્યાર સુધીનું સૌથી સારુ પ્રદર્શન રહ્યું હતું.

નાની ઉંમરે જ દેખાડી દીધો હતો પોતાનો દમ 23 વર્ષના નીરજ અંજૂ બોબી જ્યોર્જ પછી કોઈ વર્લ્ડ લેવલ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય છે. તેમણે IAAF વર્લ્ડ U-20માં ગોલ્ડ જીત્યો હતો. વર્ષ 2016માં તેણે સાઉથ એશિયન ગેમ્સમાં 82.23 મીટરનો થ્રો કરીને ગોલ્ડ જીત્યો હતો. ત્યારપછી 2017માં તેણે 85.23 મીટરનો થ્રો કરીને એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *