Gujarat

માતા અને પુત્રી સાથે થયું એવું કે જાણીને તમારાં પણ હોશ ઉડી જશે પતિએ…

Spread the love

પરિવાર સમાજ જીવન માં એક બીજા સાથે રહી સુખ અને દુઃખ માં એક બીજાને મદદ કરવાનો આ એક પ્રકારે માનવ સમૂહ છે. પરિવાર ના એક વ્યક્તિ ની સમસ્યા એ આખા પરિવાર ની સમસ્યા બની રહે છે કોઈ પણ ખરાબ થી ખરાબ પરિસ્થિતિમાં સમગ્ર પરિવાર સાથે આવી ગમ્મે તેવા સંજોગ નો સામનો કરે છે.

આપડે અહીં એક ઘણાજ ભયાનક બનાવ વિશે વાત કરવાની છે અહીં એક પરિવાર માં માતા અને પુત્રી નું આકસ્મિક મોત થયું છે જોકે હાલ તેમાં પોલીસ તપસ શરૂ છે પરંતુ આમ બંને ના એક સાથે મોત ની ઘટના ઘણી વિચિત્ર છે.

આ ઘટના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીની છે. અહીં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થયા છે આ માતા અને તેમની દિકરી રાતે ગરબા રમીને જ્યારે પરત આવિયા તયારે તે બંનેની તબીયત બગાડ તા તેમના પતિ તેજસ તેમની 36 વર્ષની પત્ની શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ ને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાં.

જ્યાં તે બંને માતા અને પુત્રી ને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા.

આ કેસમાં માતા-પુત્રીએ ઝેર પીધું કે કોઈએ પરાણે આપિયું  એની તપાસ શરૂ કરાઈ હતી. આ કેસમાં વિસેરાનો રિપોર્ટ આવે ત્યારે નવી માહિતી બહાર આવી શકે તેમ છે બીજી તરફ પ્રાથમિક તપાસમાં ઉંદર મારવાની દવા પણ પોલીસને મળી આવી હતી.

જોકે વાત કરીએ શોભના બહેનના પરીવાર ની તો તેમના જણાવ્યા અનુસાર તેમના જમાઈ તેજસ નો પગાર ઓછો હતો તેથી તોઓ 2013થી વડોદરામાં જુદાં રહેતાં હતાં પરંતુ 2016માં તેમના પિતા ચંદ્રકાંતભાઈ બારિયા એ તેમને ત્રીજા માળે ઘરજમાઇ તરીકે રાખી જુદી વ્યવસ્થા કરી આપી હતી, કે જેને કારણે તેમને ભાડું ભરવું પડે નહીં.

જો વાત શોભના બહેનના ભાઈ જિતેન્દ્રે ની કરીએ તો તેમના જણાવ્યા અનુસાર શોભના બહેનને ને કોઈપણ વાતની જરૂરિયાત હોય તો તે તેમની સાથે વાત કરતા હતા પણ તેમણે હાલ ફિલહાલ નાં દિવસો દરમિયાન એવી કોઈ વાત પણ કરી ન હતી. જ્યારે તેમની માતા વિમળા બહેન ના જણાવ્યા અનુસાર શોભના બહેન રવિવારે સવારે દૂધ લેવા નીચે આવ્યા હતા ત્યારે તેમની તેની સાથે વાત થઇ હતીbજે તેમની છેલ્લી વાતચીત હતી ત્યાર બાદ કઈ પણ વાત થઇ ન હતી.

શોભના બહેનના પરિવારજના જણાવ્યા અનુસાર જો તે બંને ને કોઈ વાત નું દુઃખ હોત તો અમને વાત કરવી જોઈતી હતી જો તેમની છૂટાછેડાની ઈચ્છા હોત તોપણ વાત કરી હોત તો તેઓ ચોક્કસ તેમાં કોઈ રસ્તો કાઢ્યો હોત.

જે કાંઇ થયું એ ખૂબ જ ખોટું થયું છે. તેઓને પોલીસ સત્ય બહાર લાવશે જ એવો તેમણે વિશ્વાસ જાહેર કર્યો હતો. હાલ પોલીસે મામલો નોંધી હવે સમગ્ર ઘટના માં હત્યાની થિયરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને તપાસ શરૂ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *