લગ્ન માં જઈ રહેલ પરિવાર ને રસ્તામાં કરવો પડ્યો કાળ નો સામનો ટાયર ફાટતા સર્જાયો અકસ્માત જેના કારણે પાંચ લોકો….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આપણે અહીં એક એવાજ અકસ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં એક રોડ અકસ્માત માં એક જ પરિવાર ના પાંચ લોકો ના મૃત્યુ થયા છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોચી છે.
આ અકસ્માત વિશે ની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાજકોટ થી ગોંડલ જઈ રહેલ નેશનલ હાઇવે પર સર્જાયો છે અહીં એક ગાડી અને એક એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જો વાત આ અકસ્માત વિશે કરીએ તો આ હાઈવે પર એક ગાડી રાજકોટ તરફ્થી ગોંડલ તરફ જઈ રહી હતી.
તેવા સમયે જ્યારે આ ગાડી બિલિયાળા અને ભોજપરા વચ્ચે રસ્તા પર પહોંચી ત્યારે અચાનક જ આ ગાડીનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતા ગાડી ફંગોળાઈને ડિવાઈડર કૂદી ને બીજી બાજુ જતી રહી હતી અને સામેથી આવતી એસટી બસ સાથે ટક્કરાઇ ગઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત ના કારણે 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 વ્યક્તિને ઇજા પહોંચી હતી. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ વિશે કરીએ તો અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો માં અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા, સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા અને ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા, શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા તરીકે ઓળખ થઈ છે.
જ્યારે એક 7 વર્ષની દીકરી અને 11 વર્ષના એક દીકરાને ગંભીર ઇજા પહોંચી છે ઈજાગ્રસ્ત લોકો ને સારવાર માટે હોસ્પીટલ લઇ જવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સુરતનો ગઢીયા પરિવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્ન પ્રસંગ માં જઈ રહ્યો હતો. તે સમયે અક્સ્માત સર્જાયો.