વરરાજા ની કાર ની અડફેટે આવતા બે નિર્દોષ બાળકો મોત ને ભેટ્યા, ગામના લોકો એ વર-કન્યા ને…
ગુજરાત અને ભારત માં જુદા જુદા સ્થળો એ થી અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને નિર્દોષ લોકો મોત ને ભેટતા હોય છે. ક્યારેક પુરપાટ ઝડપે આવી રહેલી કાર અનેક લોકો ને અડફેટે લઇ ને ચાલી જતી હોય છે. અને જેમાં નિર્દોષ લોકો મોત ને ભેટતા હોય છે. લોકો ના માથે મહામુસીબતીઓ આવી પડતી હોય છે. બિહાર માંથી એક અકસ્માત થવાની ઘટના આવી જેમાં બે નિર્દોષ બાળકો એક્સીડંટ નો ભોગ બન્યા છે.
બિહાર ના વૈશાલી જિલ્લા ના અલીપુર ના ભડવાસ ગામ પાસે એક વરરાજા અને કન્યા લગ્ન કરી ને પરત ફરી રહ્યા હતા ત્યાર્રે તેની કારે રસ્તા પર ઉભેલા બે નિર્દોષ બાળકો ને કચડી નાખતા બાળકોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અને કાર માં સવાર વરરાજા અને કન્યા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારણ કે કારે બાળકો ને ટક્કર માર્યા બાદ તે એક થાંભલા ની સાથે ટકરાય હતી.
આ ઘટના ની જાણ આજુબાજુ ના લોકો ને થતા ત્યાં ઘટના સ્થળ પર લોકો ના ટોળેટોળા ઉમટી પડયા હતા. ત્યારબાદ વરરાજા અને કન્યા ને તરત જ ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ એકસીડંટ થતા જ મોટર ચાલક કાર મૂકી ને નાસી ગયો હતો. ઘટના ની જાણ પોલીસ ને થતા જ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
બાળકો ની લાશો ને તરત જ હોસ્પિતલે ખસેડવામાં આવી હતી. અને લાશો નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મરનાર બાળકો ની ઉંમર 8-વર્ષ અને બીજા બાળક ની ઉમર 10-વર્ષ ની છે. લોકો દ્વારા અક્સમાત થતા જ તરત જ વરરાજા અને કન્યા ને પકડી લીધા હતા. અને ત્યારબાદ તે બન્ને ને ઘાયલ હાલત માં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!