વિશ્વ સ્તર પર ફેરફાર ના કારણે સોનું અને ચાંદી બન્યું આટલા રૂપિયાનું જાણો આજના ભાવો…..

મિત્રો આપણે સૌ સોનું અને ચાંદી ખરિદવા ની ઇચ્છા રાખતા હોઈએ છીએ. અને આવી ઘાતુમા પોતાના નાણાં પણ રોકવા વિચારતા હોઈએ છિએ. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુઓ ઘણી જ મુલ્યવાન છે અને એક વાર તેમાં નાણાં રોક્યા પછી લગભગ તેનું વળતર સારુંજ મળે છે. વળી હાલના સમય માં સોનુંએ અમીરી નું પણ પ્રતીક બનિ ગયુ છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારાં માટે છે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર જયપુર સરાફા કમિટીએ જણાવ્યા મુજબ આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ માટે રૂપિયા 800 રૂપિયા જયારે એક કિલો ચાંદીના ભાવ માં રૂપિયા 1000 નો ઘટાડો જોવા મળ્યો છે.

સોના ના ભાવ માં આવેલ ભાવના ઘટાડા બાદ જો સોના ના નવા ભાવો અંગે માહિતી મેળવીએ તો તમને જણાવી દઈએ કે જયપુરમાં હાલ સોનાના 24 કેરેટ અને 10 ગ્રામનો ભાવ રૂપિયા 49,500 છે. જ્યારે આ ભાવ 22 કેરેટ અને 10 ગ્રામ માટે રૂપિયા 47,200 પર ભાવ પહોંચીયો છે જ્યારે 10 ગ્રામ ના 18 કેરેટ સોના નો ભાવ રૂપિયા 39,100 છે અને આજ ભાવ 14 કેરેટ માટે રૂપિયા 31000 હજાર છે.

તેવી જ રીતે જો વાત ભાવ ઘટાડા બાદ ચાંદી ના નવા ભાવો અંગે કરીએ તો ચાંદી ના નવા ભાવો કંઈક આ પ્રમાણે છે. જયપુરમાં ચાંદીની કિંમત ઘટીને એક કિલો માટે રૂપિયા 66,700 પર પહોંચી ગઈ છે. જો વાત સોના ચાંદી ના ભાવ ઘટાડા અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે જાણકારો નું માનવું છે કે સોના અને ચાંદીના ભાવ અત્યારે ભલે ઘટ્યા હોય પરંતુ આગામી દિવસોમાં બંને ના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *