શા માટે માં ? એક માતા એ પોતાના સંતાનો સાથે કર્યું એવું કે માનવતાની હદો તાર તાર થઈ ગઈ જાણો ઘટના……

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી એ ઘણો જ લાગણીશિલ વ્યક્તિ છે. પોતાની લાગણી ના કારણે તે પોતાના જીવન માં અનેક સબંધો બાંધે છે. આ તમામ સંબંધો પૈકી માતા અને સંતાનનો સબંધ ઘણો જ મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. કારણકે આ સંબંધ નિઃસ્વાર્થ હોઈ છે.

દરેક માતા માટે પોતાના સંતાનો અને દરેક સંતાનો માટે માતા ઘણું જ મહત્વ ધરાવે છે. માતા પોતે દુઃખ સહન કરીને પોતાના સંતાનોને જીવન માં સમગ્ર સુખ આપવાની સતત કોશિશ કરતી રહે છે. સંતાન ના ઉજવળ ભવિસ્ય માટે હંમેશા ચિંતિત રહે છે અને સંતાન આગળ વધે તે માટે સતત કામનાઓ કરતી રહે છે. માતા સંતાન પર આવનારી મુસિબતો માંથી સંતાનને બચાવે છે અને પોતાના સંતાનની સતત રક્ષા કરે છે.

જો કે હાલ જે બનાવ સામે આવ્યો છે તે માનવતાની તમામ હદો પર કરી નાખે છે. સંતાનો ની રક્ષક ગણાતી માતા પોતાના સંતાનો સાથે કરીયું એવું કૃત્ય કે સમગ્ર માનવ જાત શરમાઈ જાય. આ ઉપરાંત આ બનાવ પરથી ખ્યાલ આવશે કે દારૂ કેવિ રીતે એક સુખી પરિવારને તહેસ નહેસ કરી નાખે છે. તો ચાલો આપણે આ દિલ દહેલાવી નાખે તેવી ઘટના વિશે માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ બનાવ ભુતા પોલીસ સ્ટેશન વિસ્તારના મટકાપુર ગામ નો છે અહીં એક માતા એ ક્રૂરતાની તમામ હદો પાર કરી નાખી છે અહીં એક માતા એ પોતાની 6 મહિનાની બાળકી અને 2 વર્ષના બાળકનું ગળુ દબાવીને મોત કર્યું છે.

જો વાત આ મહિલા અંગે કરીએ તો તેનું નામ જયંતિ છે. જો વાત આ મહિલા ના પતિ અંગે કરીએ તો તેનું નામ બેટૂ ગંગવાર છે તેને દારૂ પીવાની ખરાબ આદત હતી પરિણામે બેટુ અને જયંતિ વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. આ બનાવ ગુરુવાર ના રોજ બન્યો હતો આ દિવસે પણ બેટુ દારૂ પીને આવ્યો હતો જેના કારણે બંને વચ્ચે તિક્ષ બોલા ચાલી થઈ.

આ વિવાદ ના કારણે બેટૂ નજીક માજ આવેલ પોતાના પિતાના ઘરે સુવા માટે જતો રહ્યો હતો. તે જયારે સવારે પરત ફર્યો ત્યારે તેને પોતાના બાળકોના મૃત્યુ અંગે માહિતી મળી. બેટુએ જયંતિ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે. જો કે મળતી માહિતી અનુસાર જયંતિ માનસિક રીતે અસ્થિર છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *