શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી ની થઇ રહી છે વાહ વાહ. બે અનાથ દીકરીઓ માટે જીતુભાઇ એ એવું કામ કર્યુ કે…
ગુજરાત ના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી એ એક સુંદર કામ કરીને સમાજ માટે એક દ્રસ્ટાન્ટ પૂરું પાડ્યું છે. જીતુભાઇ વાઘાણી એ ભાવનગર ના વિદ્યાનગર વિસ્તાર માં આવેલા તાપીબાઈ વિકાસગૃહ ની બે અનાથ દીકરીઓ ના પિતા બનીને દીકરીઓ ના લગ્ન કરાવ્યા છે. ભાવનગર માં આવેલું આ તાપીબાઈ વિકાસગૃહ અનાથ દીકરીઓ ના સાર સંભાળ અને શિક્ષણ નું કામ કરે છે.
તાપીબાઈ વિકાસ ગૃહ ની બે દીકરીઓ પૂનમ અને ગુંજન ના લગ્ન હોય આ દરમિયાન જીતુભાઇ વાઘાણી એ બન્ને દીકરીઓ ના ધામધૂમ પૂર્વક લગ્ન કરાવ્યા હતા. અને જીતુભાઇ વાઘાણી અને તેના પત્ની એ બને દીકરીઓ નું કન્યાદાન પણ કર્યું હતું. આ શુભ પ્રસંગે જીતુભાઇ ના મોટા ભાઈ ડોક્ટર ગીરીશભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને બને ભાઈ ઓ એ સારી રીતે દીકરીઓ ના લગ્ન કરાવ્યા હતા.
બન્ને ભાઈઓ એ માતા-પિતા બનીને બન્ને દીકરીઓ નં બધા અરમાનો પુરા કર્યા હતા. આ પ્રસંગે આખી સંસ્થાને શણગારવામાં આવી હતી. જીતુભાઇ આ પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. અને પોતાની જ દીકરીના લગ્ન હોય તેટલો ઉત્સાહ હતો. આ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર આ અંગે વખાણ કર્યા હતા.
આ શુભ પ્રસંગે ભાવનગર ના મેયર કિર્તીબળા દાણીધારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને કન્યા દાન ને સૌથી મોટું દાન ગણાવી ને વખાણ કર્યા હતા. ઉપરાંત આ પ્રસંગે માયાભાઇ આહીર, સંસ્થાના ગૃહમાતા સ્મિતાબહેન, અને સંસ્થાના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત આ જ સંસ્થાની અન્ય દીકરીઓ કે જે ત્યાં જ મોટી થયેલી હતી તેણે પણ હાજરી આપી હતી. અને સંસ્થા જે કાર્ય કરે છે તેના વખાણ કર્યા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.