9-વર્ષ ના બાળક પર એક સાથે 5 થી 6 કુતરાઓ એ એવો ભયંકર હુમલો કર્યો કે બાળક નું બચવું થઇ ગયું હતું મુશ્કિલ. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અત્યારે એક દર્દનાક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ ને લોકો ચોકી ગયા છે. એક 9-વર્ષ ના નાના બાળક પર 5 થી 6 કુતરાઓ એ ભયંકર હુમલો કર્યો છે. ભારત માં રખડતા ઢોર અને કુતરાઓ લોકો ને ક્યારે શું કરી બેસે તે નક્કી જ હોતું નથી. ક્યારેક રસ્તા પર થી પસાર થતા લોકો પર અચાનક જ કુતરાઓ હુમલો કરી બેસે છે. અને લોકો ને ઘાયલ કરી દેતા હોય છે.
હાલ જયપુર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક નાનો 9 વર્ષ નો બાળક ઘર ની બહાર રમી રહ્યો છે. આ 9-વર્ષ ના બાળક નું નામ દક્ષ છે. આ બાળક જયારે બહાર રમી રહ્યો હોય છે ત્યારે તેના પર અચાનક જ 5 થી 6 મોટા મોટા કુતરાઓ હુમલો કરી બેસે છે. પેલા બે ત્રણ કુતરાઓ હોય છે પણ ધીમે ધીમે કુતરાઓ ની સંખ્યા વધતી જાય છે.
બાળક કુતરાથી બચવા એક મોટર કાર ની પાછળ જાય છે. કુતરાઓ તેની પાછળ જઈને તેના પર હુમલો કરે છે. અને જોરદાર હુમલો કરી બેસે છે. હુમલા માં કુતરાઓ બાળક ને લગભગ 40 જેટલા બટકાઓ ભરી જાય છે. બાળક ને ચારે બાજુ થી ઘેરી લે છે. થોડા સમય પછી ત્યાંથી બે મિત્રો સાયકલ પર થી પસાર થાય છે અને બે બહેનો સ્કૂટી પર પસાર થાય છે.
તેમની નજર બાળક અને કુતરા પર જતા તરત જ સ્કૂટી ઉભી રાખે છે અને બે બહેનો અને એક બાળક કુતરા ને ભગાડે છે અને પેલા બાળક ને કુતરાના કબ્જા માંથી છોડાવી મૂકે છે. બાદ માં બાળક ને હોસ્પિટલે ખસેડવામાં આવે છે. હુમલો એટલો ભયાનક હતો કે જોનારની તો આંખો જ ફાટી જાય. આ આખી ઘટના ત્યાં એક ઘર ની બહાર લાગેલા સીસીટીવી કેમેરા માં જોઈ શકાય છે. જુઓ વિડીયો.