શું ગુજરાત ની આ પ્રાચીન કલા આગળ નહીં વધે ? નષ્ટ થવાના આરે છે આપણી પ્રાચીન કલા ધરોહર……

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારત દેશ ઘણો જ પ્રાચીન ઈતિહાસ ધરાવે છે. ભારત અલગ અલગ રાજ્ય અને સાંસ્કૃતીઓ અને ખૂબજ ભવ્ય વરસો ધરાવે છે. જેનું કારણ દેશ માં વસ્તી અલગ અલગ પ્રજા છે. આ ઉપરાંત આપણા દેશ માં અનેક વિદેશી પ્રજાઓ પણ આવી અને પોતે શાસન કરી ને પોતાની કલા નો વિકાસ દેશ માં કર્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ એક વિકસ્તો દેશ છે તેની સાથો સાથ તેમાં અનેક સાંસ્કૃતિક માં ફેરફાર આવ્યા છે. જેમાંથી અમુક ફેરફાર સારા તો અમુક ફેરફારો માઠા સાબિત થયા છે. આપણે આજે ગુજરાતના કચ્છ ની એક એવીજ કલા વિશે વાત કરવાની છે કે જે ધીમે ધીમે નષ્ટ થવાના આરે છે તો ચાલો આ બાબત અંગે વઘુ માહિતી મેળવીએ.

જો વાત આ કલા અંગે કરીએ તો તેનું નામ નામદા કલા છે આ કલા મુખ્યત્વે રાજસ્થાન, કાશમીર અને કચ્છ માં જોવા મળે છે આ કળામાં ફક્ત ઘેટાના ઉનનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને તેના ઉપયોગથી વિવિધ વસ્તુઓ નું નિર્માણ કરવામાં આવે છે. આ કલા માટે સૌ પ્રથમ ઘેટાને નવડાવીને તૈયાર કરવામાં આવે છે.

આટલું કર્યા પછી ઘેટાં પરથી ઉનને ઉતારવામાં આવે છે. આ ઉતરેલા ઊનમાંથી અલગ અલગ કલર જુદો કરવામા આવે છે અને તેને ધોવા માં આવે છે. આ ઉનને ધોયા બાદ તેને સુકવી અને જો ઉનમા કચરો હોઈ તો તેને દૂર કરવામાં આવે છે. ત્યાર બાદ આ કાપડને માટલા પર વીંટી તેમાંથી હાથ વડે એક એક દોરી બનાવ્વામા આવે છે.

આ દોરીઓ પર અલગ અલગ કલા કૃતિઓ કરીને ડિઝાઇન બનાવ્વમા આવે છે. ત્યાર બાદ જ્યારે આ ડિઝાઇન તૈયાર થઈ જાય તેના પછી તેના ઉપર અલગ અલગ રંગની ઉન નાખવામા આવે છે આટલું થઈ ગયા બાદ ફરી તેને ઉનનુ સફેદ પડ ચલાવ્વામા આવે છે. ત્યાર બાદ સાબુની ફીણ ઘસી ફરી ધોવામા આવે છે ત્યાર બાદ ફરી વખત તેને સુકવ્વામા આવે છે આમ કરવાથી એક પીસ તૈયાર થઇ જશે.

જોકે આ કલા પણ સમય સાથે વિકાસ પામતી ગઈ છે. તમને જણાવી દઈએ કે પહેલા આ કલા ના માધ્યમથી એક બે જેટલી સીમિત વસ્તુઓ જ બનતી હતી. પરંતુ આજના સમય માં લોકોના રસ અને જરૂરિયાત મુજબ હાલ આ કલા વડે અલગ અલગ ચીજવસ્તુઓનું નિર્માણ શરુ કર્યું. જેમાં ટોપી, ફોટો ફ્રેમ, થેલાઓ, ચપ્પલ, કાર્પેટ, રમકડાં વગેરેનો સમાવેશ થાય છે.

જો વાત આ કલા ના કારીગરો અંગે કરીએ તો કળા છે કચ્છના મુન્દ્રા ખાતે રહેતા કરીમ મન્સૂર અને એક બીજા ભાઈ બસ આ બંને જણા આ કલા સાથે જોડાયેલા છે. પરંતુ હાલ આ કલા માંથી બનતી વસ્તુઓ ની માંગ લોકો માં ઘણી જ ઓછિ છે જેના કારણે કરીમ ભાઈ ને પોતાનું પરિવાર નું ગુજરાન ચલાવ્વુ પણ મુશ્કેલ બની ગયું છે અને તેમની આગળ ની પેઢી એમ કહે છે કે આ કલા શીખવાથી કામ નથી મળતું તો આ કલા શીખી ને ફાયદો શું ? જેના કારણે તેમને ડર છે કે આ કળા સીમિત થઇ જશે અને થોડા સમય માં લુપ્ત પણ થઈ જશે.

જો કે આ કપરા સમયમાં પણ અદાણી ફાઉન્ડેશન ના મુન્દ્રા ના એકમ દ્વારા 2017 માં કરીમભાઈને 4 થી 5 લાખ રૂપિયાનો ઓર્ડર અપાયો હતો. જ્યારે દિવાળી પહેલા પણ 1.5 લાખ રૂપિયાનો ઓર્ડર પણ આપેલો છે. આમ જો દરેક લોકો આ કામમાં જોડાઈ તો આપણી કલાઓ ને લુપ્ત થતી અટકાવી શકાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *