સાઉથ ના સુપરસ્ટાર મહેશ બાબુ ના પરિવાર પર ફાટ્યું દુઃખનો વાદળ જાણો સમગ્ર ઘટના તેમના પિતા..
મિત્રો આપણે સૌ મનોરંજન ના શોખીન છીએ જેના ઉપરાંત દરેક વ્યક્તિ મનોરંજન મેળવવા માટે ફિલ્મો જોવી પસંદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ અનેક ભાષા અને અનેક રાજ્યો નો બનેલો છે. જેના કારણે આપણા દેશમાં લગભગ દરેક ભાષા ને લગતી ફિલ્મ જગત છે. મિત્રો આવા ફિલ્મ જગત દ્વારા બનનાર ફિલ્મો ફક્ત ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોને જોવી ગમે છે. લોકો દ્વારા આ તમામ ફિલ્મો અને તેમાં કામ કરતા કલાકારો ને પણ ઘણા પસંદ કરવામાં આવે છે. જેના કારણે લોકોને આ તમામ કલાકારો વિશે વધુ ને વધુ માહિતી મેળવવી ગમે છે.
આપણે અહીં એક એવા જ કલાકાર વિશે વાત કરવાની છે કે જેમની લોક પ્રિયતા આખા વિશ્વમાં જોવા મળે છે. મિત્રો સાઉથ ફિલ્મ જગત આજના સમય માં સૌથી ઝડપથી વિકાસ કરી રહેલ ફિલ્મ જગત છે. હાલના સમય માં અહીં બનનાર ફિલ્મ બૉલીવુડ ની ફિલ્મ કરતા પણ વધુ લોક પ્રિયતા મેળવે છે. અને અહીંના કલાકારો પણ ઘણા ફેમસ છે આપણે અહીં સાઉથ ના સુપર સ્ટાર મહેશ બાબુ વિશે વાત કરવાની છે.
મિત્રો જણાવી દઈએ કે હાલમાં મહેશ બાબુનો પરિવાર ઘણી જ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે કે જ્યાં એક તરફ મહેશ બાબુ કોરન્ટીન છે ત્યાં બીજી બાજુ તેમના મોટા ભાઈ રમેશ બાબુનું થોડા સમય પહેલા જુએ નિધન થયું હતું, જેના કારણે તેમના પરિવાર માં શોક નો માહોલ છે. મિત્રો આપણે આ અહેવાલ દ્વારા મહેશ બાબુ અને તેમના પરિવાર વિશે માહિતી મેળવશું.
મિત્રો જો સૌ પ્રથમ વાત મહેશ બાબુ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે તેઓ સાઉથના સુપર સ્ટાર છે, તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે જેના ફેન્સ આખા વિશ્વમાં છે પરંતુ જો વાત તેમના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન વર્ષ 2005 માં ઘણીજ ખ્યાતનામ અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે થયા હતા જણાવી દઈએ કે મહેશ બાબુ અને નમ્રતા બે બાળકો છે જે પૈકી તેમના પુત્ર નું નામ ગૌતમ છે. જયારે તેમની પુત્રીનું નામ સિતારા છે.
આ ઉપરાંત જો વાત મહેશ બાબુના માતા પિતા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના પિતાનું નામ કૃષ્ણા છે. જણાવી દઈએ કે તેઓ પણ અહીંના સુપર સ્ટાર હતા જયારે મહેશ બાબુ ની માતા નું નામ ઇન્દિરા દેવી છે. મહેશ બાબુ પાંચ ભાઈ બહેન છે. મહેશ બાબુના મોટા ભાઈ નું નામ રમેશ બાબુ છે જયારે તેમની અન્ય ત્રણ બહેનો પણ છે જેમના નામ પધ્માવતી, મંજુલા અને પ્રિયદર્શની. છે. જણાવી દઈએ કે પાંચે બાળકો કૃષ્ણા અને ઇન્દિરા દેવીના છે તેમની બહેન પૈકી એક બહેન પ્રિયદર્શનીએ તેલુગુ ફિલ્મ જગત ના સ્ટાર સુધીર બાબુ સાથે કર્યા છે.
જાણવી દઈએ કે મહેશ બાબુ ના પિતા કૃષણા એ બે લગ્ન કર્યા છે. તેમની બીજી પત્નીનું નામ વિજ્યા નિર્મલા છે. જણાવી દઈએ કે વિજ્યા નિર્મલા પણ જાણીતા અભિનેત્રી છે. સાથો સાથ તેઓ ફિલ્મ નિર્દેશક પણ છે. તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ છે. જેની પાછળ નું કારણ તેમણે નિર્દેશ કરેલ 44 ફિલ્મ છે. તેઓ સૌથી વધુ ફિલ્મ નિર્દેશ કરનાર મહિલા છે. વિજ્યા અને કૃષ્ણા નો પુત્રનું નામ નરેશ છે. કે જેઓ મહેશ બાબુના સોતેલા ભાઈ છે. જણાવી દઈએ કે હાલમાં મહેશ બાબુ ની બીજી માતા વિજ્યા નિર્મલા આ દુનિયા નથી.