સેના નું શૌર્ય નકસલિઓ ને ઉતાર્યા મોત ને ઘાટ જાણો વિગતો…….

મિત્રો ભારતીય સેના ! આપણે સૌ આપણી સેના વિશે જાણીએ છીએ. દેશની સેના એ દેશ માટે ઘણી જ ગર્વની બાબત છે. જેની પાછળ નું કારણ આપણા દેશ ની સેનાનુ શૌર્ય અને તેમની દેશ સેવા માટેની ભાવના છે. આપણે સૌ જાણીએ છીએ કે ગમ્મે તેવી વિકટ પરિસ્થિતિ માં પણ દેશની સેના દેશના લોકો અને દેશની રક્ષા અર્થે હંમેશા તત્પર રહે છે.

વિકટ થી વિકટ પરિસ્થિમા પણ દેશ ની સેના પોતાના કાર્ય પર કાયમ રહે છે. અને પૂર્ણ નિષ્ઠા અને સેવા ભાવથી લોકો ની મદદ કરે છે. ભારતીય સેના પોતાના કાર્ય અને પોતાના શૌર્ય ના કારણે ફકત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણી જ નામના મેળવેલી છે. દેશ ની સેનનુ હાલ આવું જ એક શૌર્ય ભરેલું કામ સામે આવેલ છે કે જ્યાં દેશના જવાનોએ દેશ વિરોધી ગતિવિધિઓ કરનાર ને જડબાતોડ જવાબ આપ્યો છે. અને દેશને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતાં નકસલોને મોત ને ઘાટ ઉતાર્યા છે. તો ચાલો આપણે આ વીર ગાથા અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી મુજબ આ બનાવ છત્તિસગઢ નો છે. આ ઘટના કંઈક એવી છે કે વિસ્તાર ના ગઢચિરોલી પોલીસ દ્વારા રાજનાંદ ગામ ના જિલ્લાની સરહદ નજીક એનકાઉન્ટર માં નકસલી ગિરોહ નો ખાતમો બોલાવ્યો હતો. આ ઘટના બાદ દરેક જગ્યાએ સેના ના શૌર્ય ની ચારે બાજુ વાહ વાહી થઈ રહી છે. જો વાત આ નકસલિઓ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે સેના દ્વારા કરેલ આ અભિયાન મા માર્યા ગયેલા 26 નકસલિઓ એ સીસી મેમ્બર દીપક તિલતુમડે સાથે હતા.

જો વાત આ ઘટના અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર અહીં નકસલિઓ દ્વારા હાથીઓના એક જૂથ ને પોતાનું ઠેકાણું બનાવ્યુ હતું. આ લોકો એવું વિચારતા હતા કે હાથીઓની હાજરીને કારણે સેના જંગલમાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લગભગ બે મહિનાથી હાથીઓનું આ ટોળું બોટેઝારી ઉપરાંત પરવીડીહ અને હિડકોટોલામાં ફરતા ફરતા મહારાષ્ટ્રના જંગલોમાં આવ્યું હતું. આ હાથિઓ નું ટોળું ગહાબત્તી અને કોડગુલના જંગલમાં મર્દિતોલા ગામની નજીક ફરતું હતું.

આમ અહીં હાથીઓની આવા જાહી ને લીધે થોડા સમયથી આ વિસ્તાર ના ગામડામા શાંતિ છવાઇ ગઈ હતી. જે નક્સલ વાદીઓ ને પોતાના માટે ફાયદા કારક જણાનુ. હાથીઓના કારણે નક્સલ વાદીઓ એવું વિચારતા હતા કે સેના આ વિસ્તાર માં અભિયાન કરશે નહીં પણ સેના અને પોલીસે તેમાંની આ ધારણા ખોટી સાબિત કરી અને, ગઢચિરોલી પોલીસે અને સૈનિકોએ આ વિસ્તાર માં અંદાજે 18 કિમીની મુસાફરી કર્યા બાદ જંગલમાં પહોચ્યા. આ અભિયાન ચલાવ્વાનુ મૂળ કારણ ગઢચિરોલી પોલીસને દીપક તિલતુમડેની હાજરીના મજબૂત સમાચાર હતા તે હતું. મળતી માહિતી મુજબ ગઢચિરોલી પોલીસે નક્સલ વાદીઓના એક સાથીઓ પૈકી એક ને આ અભિયાન માટે ચોક્કસ બાતમીદાર તરીકે તૈયાર કર્યો હતો. અને આ વ્યક્તિ એક ખાસ ઉપકરણ મારફતે સેના અને પોલીસ ના અધિકારીઓને માહિતી પહોંચાડતો. જે બાદ નક્સલવાદીઓને ઘેરવાની યોજના બનાવવામાં આવી હતી.

આવા નકસલીઓને પકડવાની યોજના તૈયાર કર્યા બાદ ગઢચિરોલીના પોલીસ અધિકારીઓએ ખૂબ જ ઓછા સમયમાં આ દિશા માં કામ કર્યું અને શનિવારે વહેલી સવારે ચારે બાજુથી આ નકસલિઓ ને ઘેરાયા પછી તેના પાર ગોળી બાર કર્યો. જોકે મળતી માહિતી મુજબ આ નક્સલીઓ પણ લડાઈમાં નબળા નહોતા.જેના કારણ નક્સલ વાદીઓ અને પોલીસ વચ્ચે લગભગ 9 કલાક સુધી લડાઈ ચાલી. તમને જણાવી દઈએ કે આ નક્સલવાદીઓ પાસે ઘાતક હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *