સૈફ અલી ખાન સાથે લગ્ન અને બે સંતાનો બાદ પડી રહિ છે આ મુશ્કેલીઓ કરીનાને પોતાની વ્યથા લોકો સમક્ષ રજૂ કરી કે પહેલા……
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું બોલીવુડ ઍ લોકો માં ઘણું લોકપ્રિય છે. બોલીવુડ ના ચાહકો દેશ અને વિદેશ માં ફેલયેલા છે. લોકો હિન્દી ફિલ્મ જગત અને તેના તમામ કલાકારો ને ઘણા જ પસંદ કરે છે અને સતત તેમના વિશે જાણવાની ઉત્સુકતા રાખે છે.
લોકો તેમના પસંદગી ના કલાકારો વિશે સતત માહિતી મેળવતા રહે છે. મન પસંદ કલાકારે કરેલ વાત ચાહકો માટે ઘણી જ મહત્વની બની જાય છે. આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ ના કલાકારો ઘણી મોટી લોક ચાહના ધરાવે છે જેના કારણે તેની કરેલ એક એક કામ અને વાતો લોકો પર ઘણી જ અસર પહોચાડે છે. આપણી અહીં તેવી જ એક લોક પ્રિય અદાકારા વિશે વાત કરવાની છે.
આપણે અહીં કરીના કપૂર અંગે વાત કરીશું. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે તેમનો પરિવાર ઘણા સમયથી હિન્દી ફિલ્મ જગત સાથે સંકળાયેલ છે. લોકો આ પરિવાર ના દરેક કલાકારો ને ઘણા જ પસંદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે કરીના કપૂર અને સૈફ અલી ખાને લગ્ન કર્યા છે. અને તેમને બે સંતાનો પણ છે.
મિત્રો કરીના કપૂર સોશ્યલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે તે પોતાના ચાહક વર્ગ માટે કંઈક ને કંઈક કરતી જ રહે છે. પોતના સોશ્યલ મીડિયા પર પોતાની અનેક તસવીરો તેમણે ચાહકો માટે શેર કરેલ છે અને ઘણી તસવીરો સાથે તેઓ કેપ્સન માં લોકો ને સંદેશ પણ આપતી હોઈ છે.
તમને જણાવી દઈએ કે હમણાં જ કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક યોગ કરતો ફોટો મૂક્યો હતો, અને આ ફોટાના કેપ્શન તેમણે પોતાની યોગની મુસાફરી અંગેની વાતો લોકો સાથે શેર કરી. આ સાથો સાથ અનેક બીજી વાતો પણ તેમણે આ સંદેશામાં કહી હતી.
જો વાત તેમણે લખેલા કેપ્સન અંગે કરીએ તો તેમાં કરીના જણાવે છે કે તેમણે પોતાના યોગાના સફર ની શરૂઆત વર્ષ 2006 માં શરૂ કરી હતી. તેઓ આ સમય ગળા માં ટશન અને જબ વી મેટ જેવી ફિલ્મો સાથે જોડાયેલા. તેમણે વધુમાં જણાવ્યું કે યોગના કારણે જ હું ફિટ અને મજબૂત બન્યો.
પરંતુ હવે બે બાળકો પછી તેઓ ખૂબ જ થાકી ગયા હોઈ તેવું અનુભવે છે. તેમણે પોતાની વ્યથા જણાવતા કહયુ કે તેઓ હાલ પીડાથી ભરપૂર છે. પણ એક નવી આસ સાથે તેમણે જણાવ્યું કે થોડા જ સમયમાં તેઓ પોતાની ફિટનેસ પર પાછા આવવાનો પ્રયાસ કરશે. યોગ ને લઈને તેમણે લખ્યું કે મારો યોગ સમય એ મારો પોતાનો સમય છે.
જો કે આ ફોટાના કેપ્શન માં તેમણે પોતાના ચાહકો માટે ખુશ ખબર આપતા જણાવ્યું છે કે તે ફરી પોતાની ફિટનેશ પર પાછા ફરશે. તેમની આ વાત અને આ પોસ્ટ તેના ચાહકો ઉપરાંત ઘણી હસ્તીઓએ પણ ખૂબ પસંદ કરી રહી છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂર ની આ પોસ્ટ કેટરિના કૈફે પસંદ કરી છે.
તમને જણાવી દઈએ કે કરીના આ પોસ્ટ પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાની એક જૂની તસવીર પણ શેર કરી હતી. જો વાત તે ફોટા અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ફોટામાં કરીના બીચ પર સફેદ બિકીની પહેરીને એક પગ ઉપર રાખીને યોગ કરતી જોવા મળી હતી. આ ફોટોના કેપ્શનમાં કરીનાએ લખ્યું છે કે તમારા મનને મુક્ત રાખો.