Entertainment

ભારત ના મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અંગે માહિતી આપતી અક્ષય કુમારની નવી ફિલ્મ આ તારીખે થઇ રહી છે રિલીઝ, આવી ગયું ટીઝર…….

Spread the love

મિત્રો પૃથ્વીરાજ ચૌહાણ ! આપણે સૌ આ મહાન શાસક, યોદ્ધા અને સમ્રાટ વિશે જાણીએ છીએ તેમણે દેશ અને ધર્મને માટે અનેક બલિદાનો આપ્યા તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર, માતૃભૂમિ, પોતાની પ્રજા અને ધર્મના નામે કરી દીધું હતું. તેમણે પોતાનું આખું જીવન ઘણી જ નીડરતા અને શૌર્ય સાથે વિતાવ્યું હતું. તેમણે દેશ અને પ્રજા માટે ઘણા કર્યો કર્યા હતા. છતાં પણ આપણા જ દેશના ઘણા એવા પણ લોકો છે કે જેમણે દેશ માટે તેમના યોગદાન અને તેમના અમૂલ્ય ફળને દબાવવાની ઘણી કોશીશ કરી હતી. જેના કારણે તેમને આપણા ઇતિહાસ માંથી ભુલાવી દેવાના અનેક પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

પરંતુ કહેવાય છે કે સાચા હીરો ક્યારે પણ ભૂલતા નથી તેવી જ રીતે અનેક પ્રયત્નો છતાં પણ લોકો માં આજે પણ પૃથ્વીરાજ ચૌહાણ નું નામ ઘણું જ સન્માનથી લેવામાં આવે છે. તેમનું નામ સાંભળતા જ લોકો માં આત્મ વિશ્વાસ અને દેશ પ્રેમ અને દેશ ભક્તિની ભાવના જોવા મળે છે. તેમના વિશે વધુ માહિતી લોકો સુધી પહોંચાડવા માટે અક્ષય કુમાર ની નવી ફિલ્મ આવી રહી છે કે જે પૃથ્વીરાજ ચૌહાણ ના જીવન અંગે છે. તેમને જણાવી દઈએ કે આ અક્ષય કુમાર ની પ્રથમ ઇતિહાસને લગતી ફિલ્મ છે.

મિત્રો આપણે સૌ અક્ષય કુમાર વિશે જાણીએ છીએ. તેઓ પોતાના કાર્ય અને લોકો ને કરેલી મદદના કારણે અવાર નવાર ચર્ચામાં જોવા મળે છે. તેઓ અનેક એવી ફિલ્મો કરેલી છે કે જે આપણા દેશના અનેક હીરો ને લાગતી માહિતી આપે છે. આજ કડીમાં તેમની આ નવી ફિલ્મ આવી રહી છે કે જે મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અંગે માહિતી આપે છે. તો ચાલો આપણે આ ફિલ્મ અને તેની સ્ટારકાસ્ટ ઉપરાંત ડાયરેકટર અને અન્ય વસ્તુઓ વિશે માહિતી મેળવીએ.

જો વાત આ ફિલ્મ કામ કરતા કલાકારો વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ના રોલમાં અક્ષય કુમાર જોવા મળશે. જયારે સંયોગિતા ના રોલમાં નવી અદાકારા માનુષી છિલ્લર તરીકે જોવા મળે છે. જયારે વાત સોનુ સુદ ના કિરદાર વિશે કરીએ તો તેઓ આ ફિલ્મ માં ચંદરદાઈ તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સંજય દત્ત પણ છે પરંતુ તેઓ આ ફિલ્મમાં કયું પાત્ર ભજવ્યું છે તેના વિશે હજુ કોઈ માહિતી નથી. જો વાત આ ફિલ્મ ના ટીઝર વિશે કરીએ તો તે આ પ્રમાણે છે..

તેની શરૂઆત એક યુદ્ધના મેદાનથી થાય છે. જેમાં એવો અવાજ આવે છે કે જેની પાછળ સો માથા, સો સામંત, પોતાના વચન અને વતન માટે માથું પણ કપાવવા તૈયાર તે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ બને છે. આટલું બોલ્યા પછી અક્ષય કુમાર નજરે પડે છે કે જેમણે પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર કરે છે તે પોતની તલવાર સાથે જોવા મળે છે. અને ફરી પાછો અવાજ આવે છેકે સૌ કોઈ સલામી આપો કારણ કે હિન્દુસ્તાન ના સિંહ આવી રહ્યા છે. જેના પછી દરેક કલાકાર પોતાના કિરદાર ના રોલ માં જોવા મળે છે.

જો આ ફિલ્મ લેખક અને ડાયરેકર વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ના ડાઇરેકટર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે જો તેમના વિશે વધુ માહિતી મેળવીએ તો તમને જણાવી દઈએ કે તેમણે આ અગાઉ ટીવી પર આવનાર ધારાવાહિક ચાણક્ય ઉપરાંત પિંજર જેવી ફિલ્મનું પણ નિર્માણ કર્યું છે. આ તેમની પહેલી વધુ બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ વળી ફિલ્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *