સોના ચાંદીના ભાવો માં નોંધાયો મોટો ફેરફાર હવે આ બંને ધાતુ મળશે આટલા રૂપિયામાં….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ માં લગ્ન ની સિઝન છે આ સમયગાળા માં અનેક લોકો પોતાના જીવન સાથી સાથે જોડાઈ જશે. લગ્નના આ સમયગાળા મા લોકો દ્વારા સોના અને ચાંદીની ધાતુઓ અંગે ની માંગ માં પણ વધારો જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમય માં સોના અને ચાંદી ની માંગ માં ઘણો વધારો જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છિએ કે આ બંને ધાતુઓ કેટલી મુલ્યવાન છે. જેના કારણે લોકો આવી ધાતુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોઈ છે. જો કે આ બંને કિંમતી ધાતુઓ ના મુલ્ય ઘણા ઉચા હોઈ છે. જેના કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતી નથી. અને સોના ચાંદીના ભાવો ઘટે તેની રાહ જુએ છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા ની રાહ માં છો તો આ અહેવાલ તમારાં માટે છે.

જો વાત આજના સોના અને ચાંદી ના ભાવો અંગે કરીએ તો જાણવી દઈએ કે આજે સોનાના 24 કેરેટ અને 10 ગ્રામનો ભાવ રૂપિયા 47,080 જોવા મળ્યો છે આ ભાવ કાલના ભાવ એટલેકે રૂપિયા 47,580 કરતાં રૂપિયા 500 જેટલો ઓછો છે. જ્યારે ચાંદીએ પોતાની ચમક વધારી છે અને રૂપિયા 500 નો ઉછાળો જોવા મળ્યો છે જેના કારણે કાલના એક કિલો ચાંદીનો ભાવ કે જે રૂપિયા 60,700 હતો તે રૂપિયા 61,200 પર બંધ રહ્યો હતો.

જ્યારે વાત દેશના અલગ અલગ વિસ્તારોમાં સોના ના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે દેશની રાજધાની માં 22 કેરેટ અને 10 ગ્રામનો સોનાનો ભાવ 46,250 રૂપિયા છે, જ્યારે આ ભાવ મુંબઈ માં 46,080 રૂપિયામાં છે. જો વાત કોલકાતા અને ચેન્નાઈ અંગે કરીએ તો અહીં 22 કેરેટ સોનું અને 10 ગ્રામ નો ભાવ અનુક્રમે રૂપિયા 46,400 અને રૂપિયા 44,170 જોવા મળ્યો છે.

આ ઉપરાંત એક વેબસાઈટ દ્વારા જાહેર કરેલ માહિતી અનુસાર 24 કેરેટ અને 10 ગ્રામ સોનાની કિંમત મુંબઈમાં રૂપિયા 47,080 છે. જયારે આ ભાવ દિલ્હીમા રૂપિયા 50,450 નોંધાયો છે. જો વાત કોલકાતા અંગે કરીએ તો અહીં 24 કેરેટના 10 ગ્રામનો સોનાનો ભાવ રૂપિયા 49,100 છે. અને ચેન્નાઈમાં તે જ 24 કેરેટ સોનું 48,190 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

આ ઉપરાંત દેશના અન્ય વિસ્તારો જેવાકે હૈદરાબાદ અને પૂણેમા, 22 કેરેટ અને 10 ગ્રામ માટે સોનાની કિંમત અનુક્રમે રૂપિયા 44,100 અને રૂપિયા 45,320 જોવા મળી છે. જયારે વાત કેરળ અંગે કરીએ તો અહીં, 22 કેરેટ સોનાની કિંમત 44,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની સમાન કિંમત રૂપિયા 48,110 છે. જયારે આ જ વસ્તુના ભાવ અમદાવાદ અને નાસિકમાં 22 કેરેટ અને 10 ગ્રામ માટે અનુક્રમે રૂપિયા 45,380 અને રૂપિયા 45,320 છે. જયારે 24 કેરેટ સોનાનો ભાવ અનુક્રમે રૂપિયા 48,800 અને રૂપિયા. 48,570 છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *