Gujarat

હાઈ વે પર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત મા એક જ પરીવાર ના ચાર લોકો ના મોત થયા

Spread the love

અકસ્માત આપણે સર્વે ઘણા અકસ્માતો જોયા છે આવા અકસ્માત જ્યારે પણ થાય ત્યારે તેમાં જાન અને માલ નુકસાન થાય છે. માલ ને થયેલું નુકશાન એકવાર થાય તો તેની ભરપાઈ ફરિવાર કરી શકાય છે પરંતુ જાન એટલે કે પોતાના સ્નેહીજનોનું જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ થાય છે ત્યારે તે ઘણુ જ વસમું લાગે છે.

આપણે અહીં એવી જ ઘટના વિશે વાત કરવા જઈએ છીએ કે જ્યાં અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોનુ મૃત્યુ થવા પામ્યું છે. તો ચાલો આપણે સમગ્ર ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી.

આ સમગ્ર ઘટના દિલ્હી મેરઠ એક્સપ્રેસની છે જ્યાં સોમવારે સવાર સવાર માજ એક એવો મોટો અકસ્માત થયો છે કે જે અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોને મોતનો સામનો કરવો પડ્યો છે. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ચાર મહિલા સહિત પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયું છે જ્યારે એક જ સાત મહિનાનું બાળક અકસ્માતમાં જીવતો બચી ગયું છે.

મળતી માહિતી મુજબ બિજનોર વિસ્તારના મર્દિગાન ના રહેવા વાળા જાહિર ખાન દુબઈ માં ફર્નિચર ને લગતું કામ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોરોના ને કારણે જ્યારે કામકાજ બંધ પડી ગયું ત્યારે તેઓ પોતાને વતન પરત ફર્યા હતા. પરંતુ હવે કોરોના હળવો પડતા તેઓ પોતાના કામમાટે એટલે કે દુબઈ પરત જવા માટે નીકળ્યા હતા. જેથિ તેમને આજરોજ સવારે દુબઇની ફ્લાઇટ માટે રવાના થયા.

તેમને અને તેમના બાળકો એમ ત્રણ વ્યક્તિને છોડવા માટે પરિવારના લોકો એરપોર્ટ ગયા હતા જ્યા પાછા ફરતી વખતે પરતારપુર એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પાસે ઉભેલા ટ્રક સાથે તેમની ગાડી અથડાઈ અને ગાડીમાં બેઠેલા લોકોનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું, જ્યારે સાત મહિનાનું બાળક બચી ગયું.

જે વ્યક્તિ ગાડી ચલાવતો હતો તેનું નામ હતું તાજિન. તેને પાસે ગાડી  ચલાવતા ઊંઘ આવી ગઈ જેને કારણે આ અકસ્માત સર્જાયો અકસ્માતને જોતા એવું લાગે છે કે ગાડી લગભગ 100ની સ્પીડે હશે.

જો અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની વાત કરીએ તો તેમાં જાકીર ની પુત્રી અલમાસ તેનો પતિ ગુલશન અને તેનિ નાની દીકરી ફજિલા  અને તેના ભાઈની દીકરી જુબેરીયા હતી. અકસ્માતમાં અલ્માસ ના ખોળા માં બેઠેલ સાત વર્ષનો ઉમેર બચી ગયો છે.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને તપાસ શરૂ કરી દીધી છે મૃતકના પરિવારજનોને આ અકસ્માતની જાણ પણ કરી દી ધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *