Gujarat

હાલ પાટણની આ મીઠાઈ ની માંગમાં છે ઘણોજ વધારો લોકો એ કરી વધુ માંગ જેની સામે…

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવાળીનો સમય નજીક છે આ તહેવાર પોતાની સાથે ઘણા અન્ય તહેવારો લાવે છે આપણે સૌ જાણીએ છીએ કે હવેના દિવસો દરેક લોકો માટે ઘણોજ મહત્વનો છે આવનાર દિવસો માં લોકો એક બીજા ને મળવા અને એક બીજાને શુભેચ્છા પાઠવવા માટે જાય છે અને નવા વર્ષ માટે લોકો ને અભિનંદન પણ પાઠવે છે. તેવા સમયે આપણા દેશમાં એવી પરંપરા છે કે લોકો એક બીજાના ઘરે ખાલી હાથે જતા નથી. પરંતુ એકબીજા ને ગળ્યું મોઢું કરાવવા અનેક પ્રકારની મીઠાઈઓ લઇ જાય છે આપણે આજે એક એવીજ મીઠાઈ વિશે વાત કરવાની છે.

આપણે આજે પાટણના દેવડા નામની મીઠાઈ અંગે વાત કરવાની છે. તમને જણાવી દઈએ કે આ મીઠાઈ લગભગ 160 વર્ષથી લોકોમાં પ્રચલિત છે. વળી હવે આ મીઠીએ ખરીદવી અને એક બીજાને આપવી એ પાટણના લોકો માટે જાણે એક પરંપરા બની ગઈ હોઈ તેવું લાગે છે તમને જણાવી દઈએ કે આ મીઠાઈ વગર અહીંના લોકોનો પોતાની દિવાળી અધૂરી માને છે. પાટણ ના લોકો અન્ય મીઠાઈ કરતા દેવડા ને ખરીદવાનું વધુ પસંદ કરશે.

તમને જણાવી દઈએ કે દેવડા અનેક પ્રકારની અલગ અલગ વેરાઈટી માં પણ મળે છે. જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટર સ્કોચ દેવડા સ્પેશલ કેટબરી દેવડા અને સ્પેશલ કેસર દેવડા પણ જોવા મળે છે, તમને જણાવી દઈએ કે પાટણમાં દિવાળીના દિવસોમાં દેવડા પાટણ ની બહાર પોતાના મિત્રો અને સગા સંબંધીઓ ને મોકલવાનો રિવાજ છે.

તો ચાલો આપણે જાણીએ કે કઇ રીતે બને છે આ દેવડા તો તેમાટે સૌ પ્રથમ મેંદો લઈને તેમાં મેળવણ કરીને ઘીમાં તળી નાખવામાં આવે છે. ત્યારબાદ તેને થોડો સમય માટે ઠડુ કરવામાં આવે છે. ત્યાર બાદ આ બનાવટ માટે ચાસણી બનાવવમાં આવે છે જેને માટે માટીની કડાઈ માં ખાંડ નાખી ને ચાસણી બનાવવા માં આવે છે.

પછી ઘી ને મોટા પાત્રમાં નાખી ને ફેલાવવા આવે છે ત્યાર બાદ આ તળેલા દેવડાને ચાસણીમાં બોળીને આ ઘીના પાત્રમાં નાખવામાં આવે છે. અને ત્યાર બાદ તેમાં સૂકો મેવો નાખવામાં આવે છે. આમ આ દેવડા તૈયાર કરવામાં આવે છે. જોકે પાટણનું પાણી અને અહીંની આબોહવા પણ આ દેવડા બનાવવા માટે ઘણીજ ઉપયોગી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *