હ્રદયસ્પર્શી વિડીયો ! પાંચમા માળે થી પટકાતી એક બાળકી માટે આ યુવાન દેવદૂત બની ને આવ્યો…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને રોજબરોજ અવનવા વિડીયો જોવા મળતા હોય છે. દેશ દુનિયા ના ઘણા ચોંકાવનારા વિડીયો સામે આવતા હોય છે. ઘણા વિડીયો જોઈ ને દિલ ની ધડકન પણ વધી જતી હોય છે. એટલે કે ઘણી વાર એવા મોટા મોટા અકસ્માતો થતા હોય છે કે, લોકો ને મોટી ઈજાઓ થવા પામતી હોય છે. એક વિડીયો ચીન દેશ નો સામે આવ્યો છે. બે વર્ષ ની બાળકી પાંચમા માળે થી અચાનક નીચે પટકાય છે ત્યારબાદ…
આ વીડિયો ચીનના ઝેજિયાંગ પ્રાંતનો જણાવવામાં આવી રહ્યો છે. વિડીયો માં જોઈ શકાય છે કે, અચાનક બે વર્ષ ની બાળકી પાંચમા માળે થી નીચે પટકાતા એક યુવાન તેને બચાવવા દેવદૂત બનીને આવ્યો. બિલ્ડીંગ ની નીચે એક યુવાન અને યુવતી પોતાની કાર ને પાર્ક કરી રહ્યા હતા. આ સમયે તેમની નજર બાળકી પર જાય છે. બંને તરત બિલ્ડીંગ ની નીચે ઉભા રહી જાય છે. બાળકી જેવી પાંચમા માળે થી નીચે પડી કે…જુઓ વિડીયો.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022
બાળકી જેવી પાંચમા માળે થી નીચે પટકાણી કે યુવાન તેને પોતાના હાથ માં ઝીલી લે છે એટલે કે પકડી લે છે. બાળકી પડી ત્યારે આ યુવાન જો નો હોત તો બહુ મોટી ઇજા થવા સંભવ હતો. આ વીડિયો ચીનના સરકારી અધિકારી લિજિયન ઝાઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. 13 સેકન્ડનો આ વીડિયો હ્રદયસ્પર્શી છે.
લોકો આ યુવાન કે જે બાળકી માટે દેવદૂત બનીને આવ્યો તેના વખાણ કરે છે. અત્યાર સુધી માં હજારો લાઈક આ વિડીયો માટે આવી ગઈ છે. ક્યારેક આવા અનેક ભયંકર વિડીયો સામે આવતા હોય છે જેમાં લોકો નો જીવ પણ ચાલ્યો જતો હોય છે. ક્યારેક લોકો ની બેદરકારી ને લીધે પણ આવી ઘટના ઘટતી હોય છે. માતા-પિતા માટે આ ખરેખર ચેતવણીરૂપ કિસ્સો છે. કે જે પોતાના બાળકો ને એકલા ના મૂકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!