કુદરત ની અદ્દભુત કળા ! ખેતર માં ભરાયેલા પાણી સાથે આકાશ નું એવું મિલન જોવા મળ્યું કે…જુઓ વિડીયો.
હાલ વરસાદી માહોલ આખા ભારત માં ખુબ જ જામેલો છે. એવામાં ઠેર ઠેર થી અવનવા વિડીયો આપણને જોવા મળતા હોય છે. ક્યાંક કુદરત નો રોદ્ર સ્વરૂપ તો ક્યાંક કુદરત નો અદભુત નજારો તો ક્યાંક વરસાદ ના કારણે ઊંચા ઊંચા પહાડ પરથી પડતા ધોધ ના દ્રશ્યો આવા દ્રશ્યો લોકો ને પસંદ આવતા હોય છે. ક્યારેક મેઘધનુષ્ય ના સાત રંગો નું આકાશી દ્રશ્ય લોકો નું મન હરિ લેતું હોય છે. રાજસ્થાન માં એવો જ એક વિડીયો જોવા મળ્યો છે.
કોટા જિલ્લા ના સુલતાનપુર વિસ્તાર ના ચારચોમા ગામ માં આવેલા એક ખેતર માં ભરેલા પાણી ની વચ્ચે કુદરત ની અદભુત કળા જોવા મળી હતી. ખેતર માં કામ કરી રહેલા ખેડૂતો એ જણાવ્યું કે, બપોર ના 12.30 વાગ્યા ની આસપાસ ખેતર માં ભરાયેલા પાણી અચાનક આકાશ માં ખેંચાય રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતો એ જણાવ્યું કે 10-15 મિનિટ સુધી જાણે કે આકાશ ખેતર નું પાણી પોતાની તરફ ખેંચતું હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું…જુઓ વિડીયો.
राजस्थान के कोटा जिले के सुल्तानपुर क्षेत्र के चारचौमा गांव के पास गुरुवार दोपहर प्रकृति का अद्भुत नजारा देखने को मिला। एक खेत के पास करीब एक एकड़ से बड़ा जल स्तम्भ बना। तालाब, झील या जल से लबालब खेतों के ऊपर हवा का दबाव कम हो जाता है तो इस प्रकार की घटना होती है। #NatureBeauty pic.twitter.com/tfXtDPyJZl
— Deepak Sharma (@sharmaisonline) July 22, 2022
લોકો આ દ્રશ્યો જોઈ ને અચબબિત રહી ગયા હતા. હવામાન શાસ્ત્રી ના જણાવ્યા મુજબ આ એક કુદરતી ઘટના છે. જ્યાં પાણી નો વધુ ભરાવો હોય ત્યાં આવી ઘટના બનતી જોવા મળે છે. વધુ જાણકારી મળી કે, કૃષિ સંશોધન કેન્દ્ર ફતેહપુર સિક્રી ના પ્રાદેશિક નિયામક પ્રો.શશીરામ ઢાંક નું કહેવું છે કે, આ એડિટ કરેલ વિડીયો છે.
જોકે ચોમાસા માં આવી ઘટના બનવી સ્વાભાવિક છે, કારણ કે હવા નું દબાણ ઓછું થવાના કારણે પાણી ઉપર તરફ ક્યારેક જતું હોય છે. એવું હવામાન શાસ્ત્રીઓ નું કહેવું છે. આ વિડીયો ટ્વીટર પર DEPEPAK SHARAM નામના એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. લોકો પણ આ અધભૂત નજારો જોઈ ને સ્તબ્ધ રહી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!