IndiaNational

જો તમે પણ મિનરલ વોટર પીવો છો તો સાવધાન ! ભોપાલથી એવો બનાવ સામે આવ્યો છે કે જેમાં નાળાનુ પાણી… જુઓ વિડીયો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે ખોરાક અને પાણી ઘણું જરૂરી છે. આ બંને વસ્તુઓ માનવ જીવનને ટકાવી રાખવા અને તેને આગળ વધારવા માટે પણ જરૂરી છે. જો કે ખોરાક અને પાણી કુદરત પાસેથી મળેલ માનવીને અમૂલ્ય ભેટ છે. જેની સૌએ કદર કરવી જોઈએ.

તેમાં પણ માનવી માટે પાણી ઘણું જરૂરી છે. આમતો પાણી જે પણ સ્વરૂપમાં મળે તે ઉપયોગી છે. પરંતુ ઘણા લોકો હાલમાં મીનરલ વોટર પીવાનું વધુ પસંદ કરતા હોઈ છે. જો કે ઘણા લોકો એવા પણ હોઈ છે કે જેઓ લોકોના સ્વસ્થ સાથે ચેડા કરતા પણ ખચકાતા નથી. અને ઘણી વખત લોકો જેને મીનરલ વોટર સમજતા હોઈ છે તે શુદ્ધ પાણી નહીં પરંતુ કંઈક અલગ જ હોઈ છે. છેલ્લા ઘણા સમયથી મીનરલ વોટરને લાગતી અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે.

જે પૈકી હાલ ભોપાલ માંથી જે બનાવ સામે આવ્યો છે તે લોકોને વિચારમા મૂકી દે તેવો છે. આ બનાવ અંગે માહિતી મળ્યા પછી આપણને પણ માનવીના આવા ક્રુત્યો પર શરમ આવશે અને ગુસ્સાની લાગણી પણ જોવા મળશે. તો ચાલો આપણે આ બનાવ અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ બનાવ ભોપાલ ના કોલાર ક્ષેત્રના નયાપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલ વૈભવ મેરેજ ગાર્ડન પાસેનો છે. અહીં થોડા દિવસો પહેલા ગટરના પાણીથી શાકભાજી ધોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ ફરિ એક્વાર માનવ સ્વસ્થ સાથે ચેડા કરે તેવા બનાવ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો માં જોઈ શકાય છે કે અમુક યુવકો ગટરમાંથી મિનરલ વોટરના જારમાં પાણી ભરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ગટરની ફાટેલી પાઇપ વડે જારમાં પાણી ભરી રહ્યો છે. અને તે બાદ આ જાર ઓટો પર લોડ કરી રહ્યા જોવા મળે છે.

આ વીડિયો જોયા પછી લોકોમા સવાલ ઉઠી રહ્યો છે કે શું ભોપાલમાં મિનરલ વોટરના નામે લોકોને ગટરનું પાણી આપવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયો સામે આવ્યા બાદ વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. જે બાદ આ લોકો પર આઈપીસીની કલમ 269 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *