દિલ્હી પાસે થયો ગંભીર અકસ્માત જેમાં પતિ પત્ની મૃત્યુ પામ્યા જ્યારે 6 વર્ષની બાળકી……
મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માત ને લગતી ઘટનાઓ જોતાં અને સાંભળતા હોઈએ છિએ. જ્યારે પણ છાપુ કે મોબાઇલ ખોલિએ કે તરત જ અકસ્માત અંગે ના બનાવો નજરે પડે છે. જે પૈકી એવા અનેક અકસ્માત હોઈ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિની ભૂલ ન હોઈ છતા પણ અકસ્માત સર્જાઈ છે. આવા અક્સ્મતો માં અનેક લોકો ને ઈજા પહોંચે છે જ્યારે ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમવવો પડે છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. હાલ આવો જ એક અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક છ વર્ષની માસૂમ બાળકીએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અકસ્માત અંગે ની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત દિલ્હીના આરકે પુરમ પાસે સર્જાયો છે. આ વિસ્તારમા એક ટ્રક કારની ઉપર પલટી ગયું હતું. જેના કારણે ગાડીના ભુકકા થઈ ગયા હતા. જે અક્સ્માત નું કારણ છે. આ અકસ્માત માં બે લોકો ની ઘટના સ્થળે મોત થઈ હતી જ્યારે એક બાળકીને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકી ને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
ગાડીમાં સવાર લોકોની ઓળખ આ પ્રમાણે થઈ છે. મનીષ શર્મા કે જેમની ઉંમર 35 વર્ષ છે તેઓ અને તેમની પત્ની શિપ્રા જોશી કે જે 32 વર્ષના છે તેઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. જયારે ગાડીમાં સવાર તેમની 6 વર્ષની પુત્રી મિશિકા ને ગંભીર ઈજા પહોચી છે.
આ અકસ્માત ની ભયાનક્તા એટલા પરથી માલુમ પડે છે કે ટ્રક નો પાછળનો ભાગ સંપૂર્ણપણે કારના આગળના ભાગ પર પડી ગયો હતો. જે બાદ બાળકી ને બહાર કાઢવા પોલીસ દ્વારા મોડી રાત્રે ત્રણ હાઇડ્રોલિક ક્રેનને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. જે પછી પહેલા ટ્રક ને કાર ઉપરથી હટાવીને કારની બોડી કાપી હતી. આ પછી, લગભગ અઢી કલાક પછી, મિશિકાને સલામત રીતે બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પછી લગભગ અડધા કલાક બાદ તેના માતા-પિતાના મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.