Gujarat

10-પાસ, 43-વર્ષ ના સુરત ના દિવ્યાંગ વ્યક્તિ ને ફેસબુક મારફત ફિલિપિન્સ ની ગોરી સાથે થયેલ પ્રેમ લગ્ન માં પરિણમશે જુઓ ફોટા.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા મારફતે આપણને અનેક એવા રોમાંચક કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. એવો જ એક રોમાંચક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત માં પાનની કેબીન ચલાવતા 43 વર્ષના વ્યક્તિને ફિલિપાઇન્સ ને એક યુવતી સાથે પ્રેમ થયો અને તે બંને થોડા જ દિવસોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ બંનેની મિત્રતા facebook દ્વારા થઈ હતી.

વધુ વિગતે જાણીએ તો મૂળ અમરેલી ના રહેવાસી અને હાલમાં સુરત જિલ્લામાં પાનની કેબીન ચલાવતા દિવ્યાંગ વ્યક્તિ કલ્પેશભાઈ માવજીભાઈ કાછડીયા કે જેવો 43 વર્ષના છે અને તેઓ માત્ર 10 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. તે હાલમાં સુરતના યોગીચોક ખાતે આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહે છે. તેને જણાવ્યું કે તેના ઘરમાં બે બહેનો અને ભાઈ છે અને તે પોતે સૌથી મોટા છે.

પરંતુ તે દિવ્યાંગ હોવાના નાતે તે સરખા ચાલી શકતા નથી એટલે કે કમરથી નીચેના ભાગે તે દિવ્યાંગ છે. પણ આથી તેને લગ્નનો કોઈ વિચાર આવતો ન હતો. પરંતુ વર્ષ 2017 માં facebook પર રેબેકા ફાઇયો ની યુવતી કે જે ફિલિપાઇન્સ દેશની છે તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બાદમાં તેઓ વચ્ચે વાતચીત શરૂ થઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા.

કલ્પેશભાઈ કહે છે કે તેને તે યુવતીની સાથે બધી વાત કરી અને તે દિવ્યાંગ હોવાની પણ વાત કરેલી છે તેને કોઈ વાત છુપાવી નથી અને દિવાળીના દિવસોમાં ફિલિપાઇન્સ ની તે યુવતી કલ્પેશભાઈ ના ઘરે આવી હતી. યુવતીએ જણાવ્યું કે તે કલ્પેશ ભાઈ ની સેવા કરવા ઈચ્છે છે અને તે ભારતીય સંસ્કૃતિ થી ખૂબ જ પ્રભાવિત થઈ છે તેને કહ્યું કે કલ્પેશભાઈ ના કપાળમાં રહેલો ચાંદલો તેને ખૂબ ગમી ગયો હતો.

અને આમ બંનેના પ્રેમ સંબંધ આખરે લગ્નમાં પરિણામશો. કલ્પેશભાઈ ના નાના ભાઈ ની પત્ની નુતનબેન જણાવ્યું કે તે આ યુવતી સાથે ખૂબ સારી રીતે મળી ગઈ છે અને યુવતી જાણે કે તેના ઘરની સભ્ય જોઈ તેવી રીતના બધું જ કામ કરે છે અને આગામી 20 નવેમ્બરના રોજ તે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. આમ સાત સમુંદર પાર કરીને આ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ આખરે લગ્નમાં પરિણમશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *