India

11-વર્ષ ની અવિનાશા એ અમિતાભ બચ્ચન ની બોલતી કરી દીધી બંધ ! બિગ બી પણ તેનાથી થઇ ગયા પરેશાન,,જુઓ વિડીયો.

Spread the love

સોની ટીવી ઉપર આપણા ભારત દેશમાં કોન બનેગા કરોડપતિ નામનો શો આવે છે. જેમાં ભારતના ખૂણે ખૂણે થી લોકો આવતા હોય છે અને પોતાનું નસીબ અજમાવતા હોય છે. કેટલાક લોકો કોરડો રૂપિયા પણ જીતતા હોય છે. પરંતુ એવું તો ભાગ્ય જ કોઈક નું નસીબ જોર કરતું હોય છે. હાલમાં કોન બનેગા કરોડપતિ શોમાં કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યા છે .જેમાં એક થી એક ચડિયાતા બાળકો શોમાં આવી રહ્યા છે.

જેમાં હાલમાં 11 વર્ષની અવિનાશા ત્યાગી ફાસ્ટેટ ફિગર ના ફર્સ્ટ રાઉન્ડ ને જીતી ને હોટ સીટ સુધી પહોંચી હતી. અવિનાશા ત્યાગી મહારાષ્ટ્ર રાજ્યના વસઈની રહેવાસી છે. તેનો નટખટ અંદાજ, હાજર જવાબી અને તોફાનોને કારણે તે ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂકી છે. અમિતાભ બચ્ચને પણ તેને કહ્યું કે તમે તો મારી બોલતી પણ બંધ કરી દીધી. જેમાં એક પ્રોમો સોની ટીવી દ્વારા સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવી રહ્યો છે.

આ પ્રોમોમાં જોઈ શકાય છે તેમ અવિનાશા હોટ સીટ પર આવતા ની સાથે અમિતાભ બચ્ચનના કાનમાં કહે છે કે તેની મમ્મી ગણિતની શિક્ષિકા છે. પરંતુ તેને ગણિત વિષય બિલકુલ પસંદ નથી. અવિનાશા એ એમ પણ કહ્યું કે આ વાત તે કોઈને કહે નહીં. તો અમિતાભ બચ્ચને આ વાત તમામ ની સામે રજૂ કરી હતી. બાદમાં અવિનાશા યે પણ અમિતાભ બચ્ચનની પોલ ખોલવાનો શરૂ કરી દીધું હતું.

અવિનાશા એ કહ્યું કે તમે જણાવો કે સ્કૂલમાં પ્રિન્સિપાલ તથા ટીચરે તમને ક્યારેય કોઈ શરારત માટે પકડ્યા છે કે નહીં. અમિતાભ બચ્ચને અવિનાશા એ કહ્યું કે તમે સ્કૂલમાં ક્યારેય તોફાનો કર્યા છે કે નહીં. આમ એક પછી એક સવાલો પૂછી અમિતાભ બચ્ચનને કન્ફ્યુઝ કરી રહી હતી. બાદમાં અવિનાશા એ કહ્યું કે તે પણ સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ ધરાવે છે.

આથી અમિતાભ બચ્ચનને તેને કહ્યું કે તે અમિતાભ બચ્ચન તેને ફોલો કરે. આમ આટલું કહેતા ની સાથે જ અમિતાભ બચ્ચને કહ્યું કે તમે અમારી બધાની બોલતી બંધ કરી દીધી. આમ આ પ્રોમો એટલો બધો કોમેડી જોવા મળે છે કે લોકો આ પ્રોમો જોઈને તેનો એપિસોડ જરૂરથી નિહાળશે. આમ કોન બનેગા કરોડપતિ માં આવા કેટલાક લોકો આવીને શોમાં ચાર ચાંદ લગાવી દેતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *