આપણા ગુજરાતમાંથી રોજ બરોજ અકસ્માત થવાના કિસ્સા સામે આવતા રહે છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક કમ કમાટી ભર્યો દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક રોંગ સાઈડ માંથી આવી રહેલી બ્લેક scorpio એ એક પતિ-પત્ની સહિત તેના બાળકને ફૂટબોલના દડા ની જેમ ઉછાળ્યા હતા. જેમાં બાળકનું મૃત્યુ થયું.
તો વધુ વિગતે જાણીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની હરિધામ સોસાયટીમાં રહેતા શિક્ષક મુકેશભાઈ ચાવડા તેમના પત્ની ભાવનાબેન ચાવડા અને તેમનો પુત્ર રચિત કે જે ચોટીલામાં આવેલા નવા ગામમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં પોતાના પુત્ર રચિત ચાવડા નું એડમિશન લેવા ગયા હતા. સ્કૂલમાં એડમિશન કરાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે એક સ્કોર્પિયો રોંગ સાઈડ માંથી આવતી હતી. scorpio એ એવી ભયાનક ટક્કર મારી કે ત્રણેય લોકો ગાડી સાથે ઘણા ફૂટ અધર ઉછળ્યા.
અને ધડામ કરતા નીચે પડ્યા. એકસીડન્ટ એટલું ભયાનક હતું કે મુકેશભાઈ ચાવડા નો પગ ફસાઈ જતા તેનો પગ કપાઈ ગયો હતો. ત્યારબાદ આ ત્રણે લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ અકસ્માતમાં ભોગ બનેલ 11 વર્ષ ના રચિત ચાવડા નું કમ કમાટી ભર્યું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત તથા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને લોકો અકસ્માતમાં ભોગ બનેલ પરિવારને મદદ કરવા લાગ્યા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું કે જે scorpio કાર સાથે આ બાઈક અથડાયુ હતું તે સ્કોર્પિયો તાર પર ભાજપ મહામંત્રીનો બોર્ડ લાગેલું હતું. આ ગમખવાર અકસ્માત સુરેન્દ્રનગરના ચોટીલા થાનગઢ રોડ ઉપર સર્જાયો હતો. દંપત્તિના એકના એક પુત્ર નું મૃત્યુ થઈ જતા પરિવારમાં આક્રોશ અને ગુસ્સો ફાટી નીકળ્યો હતો. પોલીસે આ બાબતે વધુ વિગત મેળવવાની કોશિશ કરી હતી. કાર પુરપાટ ઝડપે રોંગ સાઈડ માંથી આવી રહેલી હોય આ પરિવાર તેની સામે એકસીડન્ટ નો ભોગ બન્યો હતો.
જાણવા મળ્યું કે મુકેશભાઈ સાયલાના ઈશ્વરીયા ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. આમ ગુજરાતમાંથી આવા અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. જેમાં કેટલાક લોકોની લાપરવાહીના કારણે કેટલાક અન્ય લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. આ કિસ્સામાં પણ એવું જ થયું રોંગ સાઈડ માંથી આવી રહેલી કારનો ભોગ એક દંપતી બન્યું. અને તેનો એકનો એક 11 વર્ષ એક પુત્ર મૃત્યુના ભેટ્યો. હવે જોવાનું રહ્યું કે scorpio ગાડી પર ભાજપ મહામંત્રી નું બોર્ડ લાગેલું હતું એટલે આગળ શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!