12-સાયન્સ ના સગીર વિદ્યાર્થી એ ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન હાથ માં લખી ટૂંકી સ્યુસાઇડ નોટ સાંભળી ને ધ્રુજી ઉઠશે,,જાણો વિગતે.
રોજબરોજ હત્યાના અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ખાસ કરીને પૈસાની લેતી દેતી બાબતે અથવા તો પ્રેમ પ્રકરણમાં એકબીજાની હત્યા અથવા તો આત્મહત્યા થઈ જતી હોય છે. પરંતુ એક ખાનગી શાળામાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી એ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
વધુ વિગતે વાત કરીએ તો ઝુનઝુન જિલ્લાના ચૌધરી કોલોનીનો ધોરણ 12 સાયન્સમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એક ખાનગી હોસ્ટેલમાં રહેતો હતો. આ હોસ્ટેલમાં તેની સાથે ૬ થી ૭ વિદ્યાર્થીઓ રહેતા હતા. શુક્રવારે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ મૃતક કૃષ્ણનો મિત્ર મોહિત નહાવા માટે ગયો હતો તો હોટેલ હોસ્ટેલના કેમ્પસમાં આવેલા ઝાડ ઉપર કૃષ્ણની લાશ લટકતી હતી. આ જોઈને મૃતકના મિત્ર મોહિતે તેના શિક્ષક પંકજ સાહેબને વાત કરી.
તો સાહેબે અને અન્ય વિદ્યાર્થીઓએ દોરડું કાપીને લાશ ને નીચે ઉતારી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ હોસ્ટેલના માલિક વિક્રમભાઈને જાણ કરી હતી. આ આપઘાતની ઘટના બનતા હોસ્ટેલના માલિક વિક્રમભાઈએ પોલીસ અને પરિવારજનોને જાણ કરી હતી. હજુ સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ કૃષ્ણએ આપઘાત કરતા અગાઉ પોતાના હાથમાં ટૂંકી સુસાઇડ નોટ લખી હતી.
જેમાં તેના હાથમાં લખ્યું હતું કે માફ કરશો પપ્પા લવ યુ મમ્મી હું પાગલ થઈ ગયો હોત. આટલી નાની સુસાઇડ નોટ કે પોતાના હાથમાં લખી હતી. તેના મિત્રોને આ બાબતે પૂછવામાં આવ્યું હતું તો તે લોકોએ જણાવ્યું હતું કે તે લોકો રાત સુધી સાથે અભ્યાસ કરી રહેલા હતા. પરંતુ ત્યારે કૃષ્ણના મનમાં કોઈ એવું ભાવ જોવા મળતો ન હતો. પરંતુ મોડી રાત્રે આ આખી ઘટના બની હોય તેવું તે મિત્રો ને લાગી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. આમ પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!