20,000 સિક્કા થી સાસુ એ તેની પુત્રવધુ ને તોલી ને પુત્રવધુ નું કર્યું આલીશાન ભવ્ય સ્વાગત,,જુઓ વિડીયો.
હાલ આપણા ભારતમાં લગ્નની સિઝન ખૂબ જ ધૂમધામથી ચાલી રહેલી છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં ઘર પરિવારના સભ્યો ઉત્સાહપૂર્વક લગ્નનો પ્રસંગ કરતા હોય છે. પરિવારના સભ્યો આ લગ્ન પ્રસંગમાં ખૂબ જ હોશે હોશે કન્યા અને વરરાજા ના લગ્ન કરાવતા હોય છે. રોજબરોજ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો સામે આવતા હોય છે.
ખાસ કરીને લગ્નમાં કન્યા ની વિદાય ખૂબ જ ભાવુક કરી દે એવી હોય છે. કારણ કે પિતાનું ઘર છોડીને કન્યા કોઈ બીજાના ઘરે રહેવા જતી હોય છે. ત્યારે કન્યાના પરિવારના સભ્યો કન્યાને ભાવુક રીતે વિદાય આપતા હોય છે. કન્યાને કેવું ઘર મળે કેવા સાસરીયા વાળા મળે તે બાબતને લઈને કન્યાના પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત હોય છે. પરંતુ ઝુનઝુન જિલ્લાના મંડેલા શહેરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં જાણવા મળ્યું કે ગઢશીરામ ઇંદોરિયાના પુત્ર યોગેશના લગ્ન હરિયાણા ના રહેવાસી માંદેડી ના પૂનમ સાથે થયા હતા. સોમવારે બપોરે યોગેશ અને પૂનમ ના લગ્ન ધામધૂમથી સંપન્ન કરવામાં આવ્યા હતા. પૂનમની ભાવુક રીતે વિદાય કરવામાં આવી હતી. પૂનમ જ્યારે તેના સાસરે આવી ત્યારે પૂનમનું એવી રીતે સ્વાગત કરવામાં આવ્યું કે લોકો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પૂનમની સાસુ રાજ બાલાએ પૂનમના સ્વાગતમાં 20,000 રૂપિયાના સિક્કા લાવી પુત્રવધુ પૂનમને આ 20,000 ના સિક્કાથી તોલવામાં આવી હતી.
રાજબાલા સાસુએ જણાવ્યું કે તે તેની પુત્ર વધુને નહીં પરંતુ દીકરીને ઘરે લાવ્યા છે. સાસુએ જણાવ્યું કે તે તેની પુત્રવધુનું અનોખી રીતે સ્વાગત કરવા ઇચ્છતી હતી. આથી તેને આવી રીતે સ્વાગત કર્યું તો પૂનમને પણ આવી રીતે સ્વાગત થયેલું જોઈને તેની આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા અને તેને કહ્યું કે તે આ અનોખા સ્વાગત અને જીવન ભર યાદ રાખશે. લોકો આ લગ્ન પ્રસંગે ખૂબ જ વખાણી રહ્યા છે.
राजस्थान के झुंझुनूं जिले के मंड्रेला के पास महती की ढाणी में सास कविता धायल ने बहू पूनम के मुंह दिखाई की रस्म में उसे सिक्कों से तौला। सास बोलीं-‘बेटी घर की शक्ति तो बहू होती है लक्ष्मी। दोनों के बिना घर में खुशियां संभव नहीं।’#Jhunjhunh #Mandrela #Dulhan #Saas #Bahu pic.twitter.com/PkgatN19Vj
— Vishwanath Saini 🇮🇳 (@SainiVishwanath) February 21, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!