25-લાખ નું લેણું થઇ જતા દંપતી સજોડે મોત ને ભેટ્યા ! ઝેરી દવા ગટગટાવતા પહેલા પુત્ર ને ફોન કર્યો કે અમે હવે,
રોજબરોજ આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પૈસાની લેતી દેતી માં, પ્રેમ પ્રકરણમાં વગેરે જેવા કારણોસર લોકો આપઘાત કરી બેસતા હોય છે. હાલ એવી એક ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્ની એ સજોડે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા પુત્રને ફોન કરીને જણાવ્યું હતું કે ગુડ બાય અમે જઈ રહ્યા છીએ.
વધુ વિગતે વાત કરીએ તો મૃતક પતિ રાજકુમાર અને તેની મૃતક પત્ની શાલીની રોજડી વિસ્તારમાં રહેતા હતા. મૃતક દંપતીને બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્રી પરણીત છે. બંને બાળકો પણ દંપતીથી અલગ રહેતા હતા. મૃતક શાલીની કે જેવો આંગણવાડીમાં કામ કરતા હતા. જ્યારે તેના પતિ રાજકુમાર ટ્રાન્સપોર્ટ નગરમાં હાર્ડવેર ની દુકાન ચલાવતા હતા. જાણવા મળ્યું કે દંપતીને અવારનવાર વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.
જાણવા મળ્યું કે કોઈ પાસેથી દંપતીએ 25 લાખ રૂપિયાની લોન લીધેલી છે. જે બાબતે તેમને દબાણ કરવામાં આવતું હતું. નાનો પુત્ર ભવનેસ તેના પિતા સાથે કામ કરતો હતો. પરંતુ તે પિતાથી અલગ રહેતો હતો. દંપતી ના પુત્ર કરણે જણાવ્યું હતું કે છ વાગ્યાની આસપાસ તેણે તેના માતા પિતાએ ફોન કર્યો હતો. તે લોકોએ ફોનમાં કહ્યું કે ગુડ બાય અમે જઈ રહ્યા છીએ તેને ગોળીઓ લીધી હતી અને ત્યારબાદ ફોન ડીસકનેક્ટ થઈ ગયો હતો.
એટલું કહેતાની સાથે પુત્ર કરણ દોડતો દોડતો ઘરે પહોંચ્યો તો ઘરે જઈને જોયું તો માતાપિતા બંને એ ઝેરની ગોળીઓ લઈ લીધી હતી અને બંને ઉલટી કરી રહ્યા હતા. જે બાદ સાત વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જતા ની સાથે પિતા મૃત્યુ પામ્યા તો માતાનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ચૂક્યું હતું. પુત્ર એ જણાવ્યું કે તેના માતા પિતાએ કોઈ પાસેથી પૈસા લીધેલા છે અને કોઈ પાસેથી પૈસા લેવાના પણ બાકી છે. આમ આખી ઘટના બહાર આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!