65 વર્ષ જૂનું સોનનું બિલ થયું વાઇરલ ! 10 ગ્રામ સોનાની કિંમત ફક્ત આટલી કે જાણીને નહિ આવે વિશ્વાસ…જાણો વિગતે
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં શરૂઆતથી સોનું રોકાણનો મુખ્ય વિકલ્પ છે. આજના ભાવ મુજબ 2 ફેબ્રુઆરી 2024ના રોજ, દેશની રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ (24 કેરેટ) સોનાનો ભાવ રૂ. 64,450 છે, જ્યારે એક સમયે તે લગભગ રૂ. 100માં મળતો હતો. આમ હાલ સોશિયલ મીડિયા પર તે બિલ જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે.
સોના-ચાંદીના દાગીનાના ભાવ અંગે તેમણે કહ્યું કે તે સારા દિવસો હતા. વાસ્તવમાં, સોના-ચાંદીના દાગીનાનું બિલ જે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયું છે, તે 3 માર્ચ, 1959ની તારીખ છે. એટલે કે અત્યારે તે અંદાજે 65 વર્ષ જૂનું બિલ છે. આમ જો તમને જણાવીએ તો આઝાદી સમયે સોનાની કિંમતનો અંદાજ કોઈ લગાવી શકતું નથી.
આજના સમયમાં એક ગ્રામની કિંમત એટલી વધી ગઈ છે કે તે સમયના લોકો આ રકમ માટે 100 ગ્રામથી વધુ સોનું ખરીદી શકતા હતા. હાલ એક સોનારની દુકાનનું જૂનું બિલ ઈન્ટરનેટ પર ખુબજ વાયરલ થઈ રહ્યું છે, જેમાં જોઈ શકાય છે કે તે સમયે સોનું કેટલા ભાવે વેચાયું હતું. આ સ્લિપ વર્ષ 1959ની છે, જ્યારે સોનાની કિંમત 113 રૂપિયા હતી. જો તમે આ સ્લિપને નજીકથી જોશો, તો તમે બિલમાં પૂનાનો ઉલ્લેખ જોઈ શકો છો. સ્લિપ પર દુકાનનું નામ પણ લખેલું છે.
તેમજ બિલની ઉપર મેસર્સ વામન નિંબાજી અષ્ટેકર લખાયેલ છે અને તેની તારીખ 03 માર્ચ 1959 લખેલી છે. આ સ્લિપ હાથથી લખેલી છે. Tax Guru.in અનુસાર, 1960માં સોનાની કિંમત 113 રૂપિયા હતી. બિલમાં 621 અને 251 રૂપિયાના સોનાની ખરીદીનો ઉલ્લેખ છે. જ્યારે સોનાની સાથે વ્યક્તિએ ચાંદીની પણ ખરીદી કરી છે. બિલની કુલ રકમ 909 રૂપિયા લખવામાં આવી છે. આ જૂનું બિલ જોતા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો માની પણ નથી શકતા કે સોનું આટલું સસ્તું હતું. સોનાની કિંમત આજની સરખામણીમાં 524 ગણી ઓછી હતી.