ભારત અને રશિયાની મિત્રતાથી અમેરીકા હેરાન! યુદ્ધ વચ્ચે કર્યો મોટો કરાર ભારત ને થશે આ લાભ…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ સ્તરે ઘણી આકરી સ્થિતિ છે કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ની અસર આખા વિશ્વ પર થઈ રહી છે. વિશ્વ પર પરમાણુ યુદ્ધ અને ત્રીજા વિશ્વ યુદ્ધ ની અસર જોવા મળી રહી છે. એક પછી એક અનેક દેશ આ યુદ્ધમા સીધી કે અન્ય રીતે જોડાઈ ગયા છે તેવામાં સૌની નજર ભારત તરફ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ રાજનીતિ માં ભારત સુપર પાવર બની ગયું છે.
અને ભારત નો એક નિર્ણય આખા વિશ્વ ની દિશા ફેરવી શકે છે. માટે જ અમેરીકા અને રશિયા બંને ભારત ને પોતાના પક્ષે લાવવા મહેનત કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે ભારત અને રશિયા ની મિત્રતા ઘણી જૂની છે. કાશમીર અને પાકિસ્તાન યુદ્ધ ઉપરાંત અનેક વખત UNO માં પણ રશિયા એ ભારત ને મદદ કરી છે અને આજે પણ અનેક હથિયાર આપી ભારત ની મદદ કરે છે. પરંતુ આજે ભારત નો આ સૌથી મોટો મિત્રો મુશ્કેલી માં છે.
યુદ્ધ ના કારણે અનેક પશ્ચિમી દેશો એ રશિયા પર કડક પ્રતિબંધ મુકાયા છે અને ભારત ને પણ રશિયા સાથે સંબંધ તોડવા દબાવ કરે છે. પરંતુ ભારત કોઈના પણ દબાવમા આવ્યા વિના અડીખમ રીતે પોતાના મિત્ર રશિયા સાથે ઉભું છે જણાવી દઈએ કે પાકિસ્તાન મુદ્દે ઘણી વખત યુક્રેને ભારત વિરોધી કર્યો કર્યા છે અને તેજ યુક્રેન આજે ભારત પાસે મદદ માંગે છે. પરંતુ હવે જાણે ભારત રશિયા માટે તારણહાર બન્યો હોઈ તેવું લાગી રહ્યું છે.
જણાવી દઈએ કે યુદ્ધ અને પ્રતિબંધ ના કારણે રશિયા ની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે તેવામાં રશિયા પાસે ભારત જેવા અડીખમ મિત્ર નો સાથ છે જણાવી દઈએ કે યુદ્ધ ના કારણે રશિયાના ક્રુડતેલને અમેરિકાએ પ્રતિબંધીત કર્યુ છે. અને રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધ પણ મુકાયા છે.
તેવામાં રશિયા એ ભારત ને સસ્તા ક્રુડતેલને ખરીદવાની ઓફર આપી છે. જણાવી દઈએ કે રશિયાએ ભારત ને 3.5 મીલીયન બેરલ ક્રુડતેલ સસ્તા દરે આપવા સંમત થયુ છે જેને લઈને શીપીંગ અને વિમા ખર્ચ પણ રશિયા જ કરશે. ઉપરાંત ડોલર પર નિર્ભર ન રહેવું પડે તે માટે ભારત અને રશિયા સાથે પેમેન્ટ મીકેનીઝમ નકકી કરાશે. જેમાં રૂબલ-રૂપિયા નો કરાર થઈ શકે છે એટલે કે રશિયા ભારતમાંથી આયાત કરતા ઉત્પાદનો પેમેન્ટ ડોલરના બદલે રૂબલમાં કે રૂપિયામાં કરશે અને ભારત પણ તે જ રીતે આયાત પેમેન્ટ ચુકવશે આમ મોંઘા ક્રૂડ ઓઇલ ના સમય માં પણ ભારત ને સસ્તું ક્રૂડ ઓઇલ મળી રહેશે.