માતાના રૂપમાં રાક્ષસ! માંએ જ પોતાના નાના બાળક ની હત્યા કરી કારણ જાણી ચોકી જાસો પિતાએ પણ માતા ને..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણ સમયથી દેશ અને રાજ્ય માં હત્યા ને લાગતા બનાવો માં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં આવા હત્યા ના બનાવો ના કારણે સમાજ માં ડર અને શોક નો માહોલ છવાઇ જાય છે. પરંતુ આજ વખતે જે હત્યા નો બનાવ સામે આવ્યો છે તેના વિશે જાણીને તમે પણ ચોકી જાસો કે જ્યાં એક માતા જ કુમાતા બની અને 7 વર્ષ ના માસૂમ બાળક ની હત્યા કરી ઘટના અંગે જાણે ને તમે પણ દુઃખી થઈ જાસો.

જણાવી દઈએ કે આ ઘટના સુરેન્દ્રનગર શહેર ના કૃષ્ણનગર વિસ્તાર ની છે અહીં ચાર વર્ષ પહેલા એક દુઃખદ બનાવ બન્યો હતો કે જ્યાં એક માતાએ 7 વર્ષના બાળક ની હત્યા કરી હતી. આ વિસ્તાર માં એક શાંતિલાલ ભાઈ પરમાર નામ ના વ્યક્તિ રહે છે. તેમના પહેલા લગ્ન ડિમ્પલ નામની એક યુવતી સાથે થયા હતા. તેમનું લગ્ન જીવન ઘણુંજ સુખથી ચાલી રહ્યું હતું. તેમના આજ પ્રેમાળ જીવનની નિશાની રૂપે તેમને એક સંતાનની પણ પ્રાપ્તિ થઇ કે જેનું નામ ભદ્ર રાખવામાં આવ્યું.

જો કે થોડા સમય બાદ શાંતિલાલ ભાઈ ની ખુશીઓ શોક માં બદલાઈ ગઈ કારણ કે ડિમ્પલ બહેનની એક ગંભીર બીમારીના કારણે મૃત્યુ થયું. જે બાદ ભદ્રએ નાની ઉંમર માં માતા ની છત્ર છાયા ગુમાવી પરંતુ માતા ના અવશાન બાદ પણ ભદ્રને માતાનો પ્રેમ મળે તેવા આશયથી શાંતિલાલ ભાઈના પરિવારે તેમના બીજા લગ્ન અમદાવાદ ની જીનલ સાથે કરાવવામાં આવ્યા. શરૂઆત માં શાંતિ લાલ ભાઈ અને જીનલ વચ્ચે બધું સરખું ચાલ્યું, પરંતુ થોડા સમય બાદ જે ભદ્ર ને માતાનો પ્રેમ મળે તેવા ઇરાદે જીનલના લગ્ન શાંતિલાલ ભાઈ સાથે કરાવવામાં આવ્યા હતા તેના જ કારણે શાંતિલાલ ભાઈ અને જીનલ વચ્ચે અવાર નવાર બોલચાલ થવા લાગી.

જણાવી દઈએ કે આ જીનલ ના ત્રીજા લગ્ન હતા તેમના અગાઉ બે લગ્ન થયા હતા જે પૈકી એકમાં તેમને પુત્રી પણ છે. તેવામાં એક દિવસ જીનલ ભદ્રને ભણાવવાના બહાને ઘરના ઉપરના રૂમમાં લઇ ગઈ અને થોડા સમય પછી એકા એક નીચે આવી અને કહેવા લાગી કે ભદ્ર દીવાલ વટીને કંઈક ચાલ્યો ગયો છે. જે બાદ પરિવાર દ્વારા ભદ્રની શોધ શરૂ કરવામાં આવી. પરંતુ ઘણી શોધ કર્યા છતા પણ ભદ્ર ના મળ્યો અને થોડા સમય પછી ભદ્રનો મૃત દેહ તેમના જ ઘરમાં ઉપરના રૂમમાંથી એક બેગ માં મળી આવ્યો.

ભદ્ર ના આમ મૃત્યુ થી પરિવાર પર દુઃખો નો પહાડ તૂટી પડ્યો. જીનલ સાથે આ બાબતને લઈને પૂછતાછ કરતા માલુમ પડ્યું કે તેણે જ ભદ્રના મોં પર ડૂચો લગાવી અને તેના હાથ પગ બાંધીને બેગ માં પુરીયો હતો. જે બાદ પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસે જીનલની ધરપકડ કરી આ ઘટનાને હાલમાં ચાર વર્ષ થઈ ગ્યા છે છતાં આજે પણ શાંતિ લાલા ભાઈ અને તેમનો પરિવાર આ દુઃખદ બનાવ માંથી બહાર નીકળી શક્યો નથી. અને જીનલને આકરી સજા થાય તેવી માંગણી કરે છે, આ ઉપરાંત પુત્રને ન્યાય ના મળે ત્યાં સુધી શાંતિલાલ ભાઈએ બીજા લગ્ન ના કરવાની શપથ લીધી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.