રડતી આખે વિદાય! યુવકે કરી આત્મહત્યા મૃત્યુ પહેલા બનાવ્યો વીડિઓ જેમાં કહી એવી વાતકે સૌ કોઈ હેરાન રહી ગયા તેમની સાથે રોજ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં આત્મ હત્યાના બનાવો માં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે લોકો પોતાના આર્થિક કે સામાજિક તો અમુક લોકો પ્રેમને લઈને પોતાનું જીવન ટૂંકાવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આત્મ હત્યાના એવા બનાવો સામે આવ્યા છે તેને જાણીને લોકોનો માનવતા પરથી વિશ્વાસ ઉડી જાય. થોડા સમય પહેલા જ સુરત માંથી આત્મ હત્યાનો બનાવ સામે આવ્યો હતો કે જ્યાં અમુક લોકોની હેરાનગતિ ના કારણે યુવકે આત્મ હત્યા કરી હતી.
તેવામાં ફરી એક વખત આવોજ બનાવ સામે આવ્યો છે જેને લોકોને ઘણા હચમચાવી દીધા છે. કે જ્યાં ફરી એક વખત અમુક લોકોના ત્રાસના કારણે એક યુવકને પોતાનું જીવન ટુકાવવું પડ્યું છે. આવા બનાવો ના વધતા પ્રમાણ દેશ અને સમાજ માટે ખરેખર ચિંતા સમાન છે પોલીસ તંત્ર દ્વારા આવા અમાનવીય લોકો પર કડક પગલા લેવા જોઈએ કે જેથી કરી હેરાનગતિ અને તેના કારણે કરવામાં આવતી આત્મ હત્યા ના બનાવો માં ઘટાડો થાય.
જો વાત હાલમાં ઘટેલી ઘટના અંગે કરીએ તો આત્મ હત્યા નો આ બનાવ અમદાવાદ ના નારોલા વિસ્તારનો છે કે જ્યાં એક યુવકે આત્મ હત્યા કરી જીવન ટુંકાવ્યું છે. અને યુવકે આત્મ હત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી ઉપરાંત એક વીડિઓ પણ બનાવ્યો જેમાં પોતાના મૃત્યુ માટે ત્રણ લોકોના ટોર્ચર ને કારણ દર્શાવ્યું. અને પોતાની આત્મ હત્યા માટે આ ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યા.
સૌ પ્રથમ જો વાત આત્મ હત્યા કરનાર યુવક વિશે કરીએ તો તેનું નામ રેવાભાઈ મકવાણા છે કે જેઓ નારોલમાં રહેતા હતા. જણાવી દઈએ કે તેઓ કાંકરિયા ની એક ગેસ એજન્સી માં ડીલીવરી કરવાનું કામ કરતા હતા. પરંતુ તેમને એજન્સીના ત્રણ લોકો હેરાન કરતા હતા તેવું રેવા ભાઈએ જણાવ્યું. આ ત્રણ લોકો તરીકે તેમણે એજન્સી ના મૌલિક, શીતલ ઉપરાંત રેખા નું નામ જણાવ્યું.
અને પોતાને હેરાન કરતા પોતે કંટાળી ને આટલું ગંભીર પગલું ભર્યું હોવાની વાત તેમણે કહી અને પોતની મૃત્યુ માટે આ ત્રણ લોકોને જવાબદાર ઠેરવી અને કાયદાકીય પગલા ભરવા માંગ કરી નેજે લઈને તેમણે એક વીડિઓ બનાવ્યો અને સુસાઇડ નોટ પણ લખી. આ ઉપરાંત તેમણે વીડિઓ માં છેલ્લે કહ્યું કે ધવલ તારી મમ્મી નું ધ્યાન રાખજે જે બાદ ગાળા ફાંસો ખાઈને આત્મ હત્યા કરી.
ઘટના અંગે જાણ થતા પરિવારમાં શોક નો માહોલ છે. પોલીસ ને આત્મ હત્યા ને લઈને વીડિઓ અને નોટ મળતા તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પરિવાર દ્વારા રેવા ભાઈના મૃત દેહના પીએમ બાદ અંતિમ વિધિ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને પરિવાર ન્યાય ની માગ કરી રહ્યો છે.