India

ભાવુક બનાવ! નવા જીવનની શરૂઆત સાથેજ જીવનનું અંતિમ પગથ્યું લગ્ન બાદ મહેંદીનો રંગ ઉતરેતે પહેલા ચિતા મળી વિકરાળ અકસ્માત

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં લગભગ દરરોજ અકસ્માત ને લાગતા અનેક બનાવો સામે આવે છે. કે જ્યાં લોકોની ભુલ કે બેદરકારીના કારણે રોજ અનેક લોકો ને પોતાનું જીવન ગુમાવવું પડે છે. અકસ્માત ના કારણે અનેક લોકો પોતાના સ્વજનોને ખોઈ બેસે છે. અને પરિવારમાં ડરામણી શાંતિ અને છવાઈ જાય છે. મરસ્યા ગવાય છે અને ભીની આખે પોતાના સ્વજનો ને અંતિમ વિદાય આપવામાં આવે છે આ ક્ષણ ની વેદના આપણે સૌ જાણીએ છીએ.

તેવામાં ફરી એક વખત આવોજ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં પરિવાર ની ખુશીઓ નો માહોલ હતો કારણકે પરિવાર માં લગ્નને કારણે નવા મહેમાનનું આગમન થયું હતું પરંતુ જાણે નિયતિને કઈંક અલગ જ પસંદ હશે તેમ ખુશીઓ દુઃખમાં ફેરવાઈ અને પરિવાર ના બે સદસ્યોના નિધન થયા. જે બાદ પરિવાર માં શોકનો માહોલ છે. આ દુખદ બનાવ અંગે વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાજસ્થના માં થયો છે અહી એક નવ પરણિત દંપતી લગ્ન બાદ વિવિધ સ્થળોની મુલાકતે ફરવા માટે નીકળ્યા હતા તેવામાં જયારે આ દમતી ની ગાડી ચુરુ જીલ્લાના સરદાર નગર પાસે બિકાનેરથી નીકળી ભોજ્સર બસ સ્ટેન્ડ પાસે પહોચી ત્યારે તેમની ગાડી અને એક ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થતા અકસ્માત સર્જાયો સતો.

આ અકસ્માત ને કારણે નવ પરણિત દંપતી મૃત્યુ પામી હતી. જો વાત આ દંપતી અંગે કરીએ તો જણાવી દઈએ કે ડબકૌલી ગામના રહેવસી આવે વિશાલ ભાઈ ઉર્ફે મોહિત ભાઈના લગ્ન આ વર્ષે ૨૨ જાન્યુઆરી ના રોજ મંડોગઢી ખરૈડા ના રહેવાશી નેહા સાથે થયા હતા. જેના કારણે બંને પરિવાર માં ખુસી અને હરખ નો માહોલ હતો પરંતુ જાણે તેમની ખુસી ને નજર લાગી તેમ લગ્ન બાદ ફરવા ગયેલ દંપતી નું અકસ્માત થતા અવસાન થયું.

અકસ્માત માં મૃત્યુ પામેલા બાળકો ને લઈને પરિવાર માં દુઃખનો માહોલ છે. અકસ્માત બાદ દંપતીના પાર્થિવ શરીર ને તેમના ગામે લાવવામાં આવ્યા જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી આ ઘટનાને લઈને સુગર મિલ્સના ડીરેક્ટર અને અખિલ ભારતીય જાટ મહાસભા ના જીલ્લા વડા ઓમપાલ જી કહ્યું કે પોતાના ભત્રીજા ની આવી વિદાય ને લઈને તેઓ દુખી છે હજી ભત્રીજાના લગ્ન ૨૨ તારીખે જ થયા હતા જેના કારણે પરિવારમાં ખુશીઓ હતી પરંતુ હવે સર્વત્ર દુઃખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *