મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી એક કેશ લોકોમાં ઘણો ચર્ચામાં છે આ કેશ સુરત માં બનેલી ઘટના નો છે. આપણે સૌ જાણીએ છીએ કે સુરત ના પસોદારમાં ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં અને પરિવાર સામે જ ગળું કાપીને હત્યા કરી હતી જે બાદ આ કેશ ઘણો ચર્ચામાં છે અને યુવતીને સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ગ્રીષ્મા ની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મ હત્યા કરવા જતા ફેનીલને બચાવી લેવામાં આવ્યો અને હાલમાં આ કેશ શરુ છે.
તેવામાં રોજ બ રોજ કોર્ટ માં થતી ટ્રાયલ ને કારણે અનેક ચોકાવનાર ખુલાસા સામે આવ્યા જેમાં બચાવ પક્ષ અને સરકાર પક્ષ બંને તરફથી અનેક દલીલો કરવામાં આવી અને પોતાના સબુત રજુ કરવામાં આવ્યા ત્યારે હવે ફરી એક વખત આ કેશ ચર્ચામાં છે કારણ કે હવે એવું લાગી રહ્યું છે કે આજે એટલે કે ૧૬ તારીખ ના રોજ ગ્રીષ્મા કેસ માં ચુકાદો આવી શકે છે.
સૌ પ્રથમ જો વાત આત્યાર સુધી ની કાર્યવાહી અંગે કરીએ તો જણાવી દઈએ કે આ કેશમાં કુલ ૧૯૦ માંથી ૧૦૫ સાક્ષીઓ ની જુબાની લેવામાં આવી હતી જયારે ૮૫ સાક્ષીને ડ્રોપ કરાયા હતા. કોર્ટમાં કલોઝિંગ ને લઈને ફેનીલની ફરધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જે બાદ બંને પક્ષે પોતાની દલીલો જાહેર કરવામાં આવી છે અને કોર્ટ તરફ થી આજે નવી સુનવાઈ થયા અંગે માહિતી આપવામાં આવે છે.
જે બાદ આસા છે કે કે આજે કેશમાં અંતિમ ચુકાદો આવી શકે છે. ૬ એપ્રિલ ના રોજ કરવામાં આવેલ અંતિમ દલીલ માં સરકાર પક્ષ અને બચાવ પક્ષ બંને દલીલો કરી હતી. જેમાં સરકારી પક્ષે અનેક બાબત ને લઈને ખુલાસા કરવામાં આવ્યા હતા. કોર્ટ માં બચાવ પક્ષે દલીલ કરવામાં આવી હતી કે ગ્રીષ્મા ની હત્યા ઉશ્કેરાટ થી થઇ હતી. જે વાત નું ખંડન કરતા સરકારી વકીલે કહ્યું કે આ કોઈ ઉશ્કેરાટ પૂર્વક નહિ પરંતુ આયોજન પૂર્વક ની હત્યા છે.
હત્યા માટે ખાસ છરો મંગાવી હત્યા ને અંજામ આપવા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. આ ઉપરાંત બચાવ પક્ષે આરોપી યુવાન હોવાનું કહેતા સરકાર પક્ષે જવાબ આપતા કહ્યું કે આવા યુવાનો દેશને નુકશાન પહોચાડી શકે છે. આવા કર્યો યુવાનો ને ગેર માર્ગે દોરી શકે છે. આ ઉપરાંત યુવાન જો યુવતી ની છેડતી કરે તો તેને ઠપકો આપવો કે નહિ તેવો પ્રશ્ન પણ સરકાર પક્ષે કરવામાં આવ્યો.
આ ઉપરાંત પોતાની દલીલ રજુ કરતા બચાવ પક્ષે કહ્યું કે ફેનિલ ને ખોટી રીતે ફસાવવાના આવે છે. તે પોતાનુ પક્ષ યોગ્ય રીતે જણાવે તે પહેલા જ પોલીસ દ્વારા માત્ર 7 દિવસ માં ચાર્જ શીત તૈયાર કરવામાં આવી ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા જે રીતે ફેનિલ ને લઈને નિવેદન આપવામાં આવ્યા છે તેના કારણે સમાજમાં ફેનિલ ને લઈને ગુસ્સાની ભાવના છે માટે કોઈ પણ ફેનિલ ના પક્ષે જુબાની આપવા તૈયાર નથી. જોકે હવે આગળ શું ચુકાદો આવે છે તેના પર લોકોની નજર છે.