ઝારખંડ- IAS મહિલા પૂજા સિંઘલ ને ત્યાં ED ના દરોડા. કરોડો રૂપિયા ની બેનામી સંપત્તિ અને દસ્તાવેજ જપ્ત. જાણો વધુ વિગતે.
ભારત માં અવારનવાર ભ્રસ્ટાચાર ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. કરોડો રૂપિયા નો ભ્રસ્ટાચાર થતો હોય છે. નાના લોકો થી માંડી મોટા લોકો ભ્રસ્ટાચાર માં સામેલ હોય છે. એવી જ એક ઘટના ઝારખંડ ની સામે આવી છે. ઝારખંડ માં એકS IAS પૂજા સિંઘલ દ્વારા કરવામાં આવેલા ભ્રસ્ટાચાર ની વાત સામે આવી છે. રાંચી- 2000 બેચની ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી 21 વર્ષની ઉંમરે IAS કેડરમાં પ્રવેશ કરનારી સૌથી નાની વયની હોવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પ્રવેશ કરશે.
પૂજા સિંઘલ હવે ED અને અન્ય તપાસ એજન્સીઓની પકડમાં છે. IAS પૂજા સિંઘલના પહેલા લગ્ન IAS ઓફિસર રાહુલ પુરવાર સાથે થયા હતા. પરંતુ અંગત કારણોસર બંને વચ્ચે વિવાદ શરૂ થયો અને પછી છૂટાછેડા પછી છુટ્ટાછેડા લીધા હતા. ત્યારબાદ પૂજા સિંઘલે અભિષેક ઝા સાથે લગ્ન કર્યા. IAS પૂજા સિંઘલ ને ત્યાં ED રેડ પાડી છે અને હાલમાં ઝારખંડના ખાણ સચિવ પૂજા સિંઘલ પર ચાલી રહેલા દરોડા દરમિયાન, EDએ પ્રથમ દિવસે 19.31 કરોડ રૂપિયાની રોકડ સાથે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને બેનામી સંપત્તિના કાગળો જપ્ત કર્યા છે.
પૂજા સિંઘલ પાસે લગભગ 150 કરોડ રૂપિયાની બેહિસાબી સંપત્તિ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે, જેની ED ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી ED દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.બિહારના મુઝફ્ફરપુર, દિલ્હી NCR અને પશ્ચિમ બંગાળના કોલકાતાના અલગ-અલગ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.
આ દરમિયાન રાંચીમાં પૂજા સિંઘલની નજીકના એક સીએના ઘરેથી લગભગ 17 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઘરમાં પૈસાનો પલંગ રાખ્યો હતો. આ સિવાય તેમની પાસેથી 8 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ મળી હોવાના પણ અહેવાલ છે, પરંતુ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
તે જ સમયે, બિહારના મધુબનીથી પૂજા સિંઘલના સસરા કામેશ્વર ઝા ને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ખુંટી જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મનરેગામાં 16 કરોડ રૂપિયાના કૌભાંડમાં નામ આવ્યું હતું, જેની તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે. પૂજા સિંઘલ ના પર ઘણીવાર નક્સલીઓ ના હુમલા ની વાત પણ સામેં આવેલી છે.