ભાવનગર- પ્રસુતિ બાદ મહિલા નું મોત. પરિવાર જનો નો ડોક્ટરો પર બેદરકારીનો આક્ષેપ. જાણો આખી ઘટના.
અવારનવાર હોસ્પિટલ ની બેદરકારી ને લીધે દર્દીઓ ની મોત ની ઘટનાઓ સામે આવતી જ હોય છે. જેના લીધે તેમના પરિવારો ને દર્દીના દુઃખ નો સામનો તેમના પરિવાર ને કરવો પડે છે. અને દર્દી પણ વગર કારણોસર મૃત્યુ પામે છે. એવી જ એક ઘટના ભાવનગર ની સામેં આવી છે. જેમાં ડોક્ટર ની બેદરકારીનો ભોગ દર્દી બને છે.
28-4ના રોજ ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામેથી સગર્ભા મહિલા ગીતાબેન હસમુખભાઈ સોલંકી ઉમર 33- વર્ષ ને પ્રસવ પીડા થતાં પહેલા ગારિયાધાર સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે નોર્મલ ડિલિવરીમાં દીકરીને જન્મ આપ્યો હતો. ગીતાબહેન ની નોર્મલ ડિલિવરી બાદ તેમને લોહી ચડાવવામાં આવ્યું હતું.
મરનાર ગીતાબહેન નું બ્લડ ગ્રુપ A નેગેટિવ છે, પરંતુ તેમને B નેગેટિવ બ્લડ ગ્રુપની 25થી 26 બોટલો ચડાવી દીધી હતી અને એને લીધે તેમને રિએક્શન આવવાથી તેમનું મોત થયું છે. તેવો પરિવાર જનો એ આક્ષેપ લગાવ્યો હતો. મરનાર ના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડોક્ટરો એ પહેલા જ કહ્યું હતું કે દર્દી ની સ્તિથી ગંભીર છે એટલે જ્યાં સુધી પરિવાર ના સભ્ય કાગળ પર સહી ન કરે ત્યાં સુધી તેની નાડી તપાસવામાં નહીં આવે એમ કહીને તેના બંનેવી ની કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવી હતી.
આ ઘટના બાદ મોડી રાત્રે સરટી હોસ્પિટલના ડીન બ્રહ્મભટ્ટ સાહેબે રૂબરૂ આવી સમગ્ર મામલો જાણ્યો હતો. અને પરિવાર એ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા તેણે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. દિન બ્રમ્હભટ્ટ એ કહ્યું કે, દર્દીની મેડિકલ હિસ્ટ્રી તપાસ્યા બાદ પણ ડોક્ટરો દ્વારા બ્લડ ગ્રુપ ચકાસવામાં આવે છે અને તમામ ટેસ્ટ કરવામાં આવે છે. તેમના લોહીના તથા અન્ય તમામ રિપોર્ટ ત્રણ-ત્રણ વખત કઢાવી યોગ્ય પદ્ધતિએ સારવાર કરી છે.
દર્દીના પરિવારના સભ્યોની ગેરસમજ પણ દૂર કરી છે. પોસ્ટમોર્ટમમાં હેમરેજના લીધે બ્લીડિંગ થયું હતું તથા દર્દીને અન્ય કોઈ ઈન્ફેક્શન હોય તો આવું થઈ શકે છે. મૃતદેહનું પેનલ પીએમ પણ કરવામાં આવશે. સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિ સામે આશ્વાસન આપ્યું હતું.