દાહોદ- ડાયરા દરમિયાન સ્ટેજ પર કલાકાર વિજય સુવાળા સાથે એવી ઘટના બની કે અચાનક જ અફરાતફરી નો માહોલ સર્જાય ગયો. જાણો વિગતે.
ગુજરાત માં અવારનવાર ડાયરાઓ નું આયોજન થતું જ રહે છે. ગુજરાત માં થતા ડાયરાઓ નું અનેરું મહત્વ જોવા મળે છે. ડાયરાઓ માં ગુજરાત ના લાખો ની સંખ્યા માં લોકો ઉપસ્થિત રહેતા હોય છે. ગુજરાત માં યોજાતા લોક્ડાયરાઓ માં લોકો લાખો ની સંખ્યામાં રૂપિયા નો વરસાદ કરતા હોય છે. એવા જ એક ડાયરા નું આયોજન દાહોદ ખાતે થયું હતું.
ગુજરાત ના કલાકાર એવા વિજય સુંવાળા નુ ડાયરાનું આયોજન થયું હતું. તમને જણાવી દઈ એ કે વિજય સુંવાળા કડી તાલુકા ના છે અને હાલ તે અમદાવાદ રહે છે. થોડા સમય પહેલા તે આમ આદમી પાર્ટી માથી નીકળી ને ભાજપ સરકાર માં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ખેસ પહેરાવીને વિજય ભાઈ નું ભાજપ માં સ્વાગત કર્યું હતું.
ગુજરાત ના દાહોદ માં ફતેપુરા તાલુકાના સુખસર પાસે મેલડી મા નો પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ડાયરા દરમિયાન ઘણા લોકો એ હાજરી આપી હતી. આ ડાયરાના કલાકાર એવા વિજય સુવાળા સહિતના કલાકારોના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયરા દરમિયાન એવી ઘટના બની કે બધા જોઈ ને અચબબિત રહી ગયા.
ડાયરા દરમિયાન વિજય સુવાળા ‘એ પાપી તને પાપ લાગશે….’ ગીત વિજય સુવાળા ગાઈ રહ્યા હતા. તે દરમિયાન તે જે સ્ટેજ પર હતા તે સ્ટેજ અચાનક જ ધડામ કરતા નીચે પડી ગયું. હજુ ગીત શરુ જ કરિયું કે અચાનક જ સ્ટેજ નીચે પડી ગયું. પણ કોઈ માનહાની થય ન હતી. આ ગીત દરમિયાન કેટલાક લોકો કલાકાર પર રૂપિયા નો વરસાદ કરતા હતા તે લોકો પણ નીચે પટકાયા હતા. ઘટના દરમિયાન બધા લોકો ગભરાય ગયા હતા. પણ કોઈ હાનિ ન થય હોય લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.